સુરત તંત્રની લોલમલોલથી જનતા ત્રાહિમામ! કચરાની ગાડીઓ ન આવતા રહીશોએ રસ્તા પર જ કરી દીધો ઢગલો- જુઓ વિડીયો

સુરત(Surat): શહેરના પુણા(Puna) વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં દિવાળી બાદ ડોર ટૂ ડોર ગાર્બેજ ક્લેક્શન(Door to door garbage collection)ની ગાડી રેગ્યુલર ન આવવાને કારણે સોસાયટી દ્વારા સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ અને જન પ્રતિનિધિઓને વારંવાર ફરિયાદ કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી. આ સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવવાને કારણે આજ રોજ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીની બહાર જ જાહેર રસ્તા પર કચરો ઠાલવી ઉગ્ર વિરોધ નોંધવવામાં આવ્યો હતો. તથા કોન્ટ્રાક્ટરના મનસ્વી વલણ સામે પ્રશ્નો ઉઠાવતાં જણાવ્યું છે કે, જ્યારે ફોન કરીએ ત્યારે ગાડી ખરાબ થઇ ગઈ છે તે પ્રકારના જવાબ આપવામાં આવી રહ્યાં છે.

નિયત સમય અનુસાર, ડોર ટુ ડોર કલેકશનની ગાડી ન આવવાને કારણે અંતે સ્થાનિક લોકોએ જાહેર રસ્તા ઉપર જ કચરો ઠાલવવો પડ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે, સ્માર્ટ સિટીમાં કરોડો રૂપિયાનો ખર્ચ માત્ર સુરત શહેરની સફાઈ પાછળ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કોન્ટ્રાક્ટરોના મનસ્વી વલણને લીધે સ્થાનિકોને તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તમારી જાણ ખતર આ પ્રશ્ન માત્ર પુણા વિસ્તારનો જ નથી. પરંતુ ઘણી બધી સોસાયટી એવી છે કે, જેમાં નિયત સમય અનુસાર, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવા માટે ગાડીઓ આવતી નથી.

ડોર ટુ ડોર કલેકશન માટેનો નિયત સમય હોવા છતાં પણ કચરાની ગાડીઓ મનફાવે ત્યારે આડેધડ રીતે સોસાયટીઓમાં આવે છે. જ્યારે સ્થાનિકો દ્વારા ગાડી લઈને આવનાર વ્યક્તિને પૂછવામાં આવે છે. ત્યારે તેઓ કહે છે કે, તમે તમારા કોન્ટ્રાક્ટર અને પ્રતિનિધિ સાથે વાત કરો અમને કાઈ ખબર નથી. ઘણી વખત તેમને ફોન કરવામાં આવે છે. ત્યારે એક જ જવાબ આપતા હોય છે  અને કહે છે કે, અમારી કચરાની ગાડી ખરાબ થઈ ગઈ છે.

જ્યારે આ અંગે આરોગ્ય અધિકારી અજીત ભટ્ટે જણાવતા કહ્યું હતું કે, આશીર્વાદ સોસાયટીની ઘણી ફરિયાદ અમને મળી છે. જ્યાં યોગ્ય રીતે કચરાનું કલેકશન થતું નથી. નિયત સમય મુજબ ગાડી ત્યાં જતી ન હોવાનું સ્થાનિકો દ્વારા ફરિયાદ નોંધવવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટરને આ બાબતે જાણ પણ કરવામાં આવી છે. નિયમિત સમયે ગાડી ત્યાં જઈને કચરાનું કલેક્શન કરે તેના માટેની અમે તેને ટકોર પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *