હાલમાં મોદી સરકારે અમલમાં મુકેલ કૃષિ કાયદાની વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર દેશના ખેડૂતોનું આક્રમક રીતે આંદોલન ચાલી રહ્યું છે. થોડા સમય અગાઉ જ રાજકોટના ભાજપના કાર્યકરો તથા આગેવાનો સહિત કુલ 200 એ પોતાનું રાજીનામું આપી દીધું હતું ત્યારે હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
ભાજપ પક્ષના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાએ પોતાનું રાજીનામું આપી દીધું છે. એમણે પ્રદેશ પ્રમુખ CR પાટીલને પોતાના રાજીનામાનો પત્ર મોકલ્યો છે. જેમાં મારી ભૂલને લીધે પક્ષને કોઈપણ જાતનું નુકસાન પહોંચે નહિ એની માટે રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું.
લોકસભાના સત્રમાં અધ્યક્ષને મળીને હું લોકસભાના સભ્ય પદ પરથી રાજીનામું આપી દઈશ. તેમણે ભાજપના પક્ષ પ્રદેશ પ્રમુખ CR પાટીલને આપેલ રાજીનામું સ્વીકારી લીધું છે. સાંસદ વસાવા છેલ્લા ઘણાં સમયથી ગુજરાત સરકારની કામગીરીથી નારાજગી તેમજ લવજેહાદના મામલે પત્ર લખીને સતત વિવાદમાં રહેતાં હતાં.
તેમણે રાજીનામું આપતા પત્રમાં કહ્યું છે કે, ભાજપ પક્ષે મને મારી ક્ષમતાં કરતાં પણ ઘણું બધું આપ્યું છે. જેની માટે પક્ષનો તેમજ પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું ખુબ-ખુબ આભાર માનું છું. મારાથી સંભવ હતી તેટલી મેં પક્ષમાં વફાદારી નિભાવી છે.
પક્ષના મૂલ્યો તથા જીવનના મૂલ્યો પણ અમલમાં મુકવા માટેની કાળજી રાખી છે પણ છેવટે તો હું પણ એક મનુષ્ય છું. મનુષ્યના નાતે જાણે અજાણે ભૂલો તો થતી રહેતી હોય છે. મારી ભૂલને લીધે પક્ષને કોઈપણ જાતનું નુકસાન પહોંચે નહિ એની માટે હું પક્ષમાંથી રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું. જે બદલ પક્ષ મને ક્ષમા કરજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle