આગામી 30 નવેમ્બરે આ ખાસ કામ માટે વડાપ્રધાન મોદી આવશે ગુજરાત, જાણો શું છે આયોજન?

આગામી 30 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી 30 દિવસમાં ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવદિવાળીન શુભ દિવસે કચ્છ ખાતે વિશ્વના…

આગામી 30 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી 30 દિવસમાં ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવદિવાળીન શુભ દિવસે કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે અને માંડવી ખાતે એક નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે. 30 દિવસમાં પીએમ મોદી બીજીવાર ગુજરાતની મુલાકાતે આવવા જઈ રહ્યા છે.

અત્રે ઉલેખનીય છે કે, 30-31 ઓક્ટોબરના રોજ મોદી ગુજરાતમાં આવ્યા હતા અને અહીં સી-પ્લેન સહિત કેવડિયા ખાતે અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બે દિવસીય મુલાકાતે ગુજરાત પહોંચ્યા હતા. તેઓ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પરિવારને મળવા પણ ગયા હતા. અહીં દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વડા પ્રધાન કેવડિયા પહોંચ્યા જ્યાં તેમણે ‘આરોગ્ય વન’નું ઉદ્ઘાટન કર્યું હતું.

30 ઓક્ટોબરે અમદાવાદ આવ્યા હતા મોદી
29 ઓક્ટોબરના રોજ કેશુભાઈ પટેલના અવસાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. 30 ઓક્ટોબરે કેવડિયા જવાની જગ્યાએ તેઓ અમદાવાદ આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પરિવારને મળવા ગયા હતા.

ગુરુવારે સવારે 92 વર્ષીય પટેલનું અવસાન થયું હતું. તે લાંબા સમયથી બીમાર હતા. આ સાથે પ્રધાનમંત્રી સ્વ.મહેશભાઇ અને નરેશભાઇ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને 2 દિવસ દરમિયાન 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જેને પગલે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. વડાપ્રધાન મોદી કેવડિયામાં રાત્રિ રોકાણ કર્યું હતું. જેને પગલે ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની ગઇ છે. કેન્દ્રીય દળની ટુકડીઓ, NSG, CISF, NDRF, CRPF, ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસ આવતીકાલે કેવડિયા ખાતે એકતા પરેડ પણ કરી હતી.

30-31 ઓક્ટોબરે કેવડિયામાં કર્યું 17 પ્રોજેક્ટનું લોકાર્પણ
અમદાવાદથી કેવડિયા પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે જંગલ સફારી, એકતા મોલ, એકતા નર્સરી, રિવર રાફટિંગ, બટરફ્લાઇ ગાર્ડન વિશ્વવન સહિત કુલ 21 પ્રોજેક્ટમાંથી 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *