હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહેલ વિડીયોને લા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યમાં આવેલ સુરત શહેરના લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ ગયા છે. ધારાસભ્ય સંગીતા પાટીલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પર ખુબ વાઈરલ થયો છે.
જેમાં તેમણે વિવાદિત નિવેદન આપ્યું છે. ભાજપના એક સંમેલનમાં તેમણે કાર્યકરોને કહ્યું હતું કે, રાત્રી કર્ફ્યૂ વખતે પોલીસ પકડે તો પેજ પ્રમુખનું કાર્ડ બતાવો. આમ છતાં પોલીસ છોડે નહીં, તો મને ફોન કરો. આ વીડિયો 3 દિવસ જૂનો હોવાનું અનુમાન રહેલું છે.
સંગીતા પાટીલનો વીડિયો વાઈરલ થતાં ટીકા :
ખુબ વાઈરલ થયેલ વીડિયોમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ ભાજપના પેજ પ્રમુખોને રાત્રીએ ફરવાની છૂટ આપી રહ્યા છે. જેને કારણે તેમની ટીકાઓ થઇ રહી છે. જાણે કોરોનાના નિયમો ફક્ત જનતા માટે બનાવવામાં આવ્યા હોય, તેવી રીતે ધારાસભ્ય જણાવે છે કે, રાત્રી કર્ફ્યૂ વખતે પોલીસ પકડે તો પેજ પ્રમુખનું કાર્ડ બતાવો. આની સાથે જ તેમણે કહ્યું હતું કે, પોલીસ છોડી નહીં તો મને ફોન કરો.
પીવાનું પાણી મળતું નથી :
આ વિવાદિત નિવેદન તેમણે એક મંચ પર આપીને પાર્ટી માટે મુશ્કેલીઓ ઉભી કરી છે. પેજ પ્રમુખ અભિયાન મારફતે ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો કોંગ્રેસ પાસેથી ખેંચવા માંગે છે ત્યારે સંગીતા પાટીલના આ નિવેદનને કોંગ્રેસ મુદ્દો બનાવી શકે છે. ભાષણ કરવા કેટલાક સ્થળો પર જાય છે, તો તેમને પીવાનું પાણી પણ મળતું નથી. આમ છતાં તે ભાષણ આપવા માટે જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle