આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નેતા(Leader) અને પંજાબના મુખ્યમંત્રી(Chief Minister of Punjab) ભગવંત માન(Bhagwant Mann) પર વારંવાર નશામાં હોવાના આરોપો લાગ્યા છે. હવે તેના પર દારૂના નશામાં ગુરુદ્વારા (Gurudwara)માં માથું નમાવવાનો આરોપ લાગ્યો છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (Shiromani Gurudwara Prabandhak Samiti)એ જાહેરમાં તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી છે.
અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે આરોપ લગાવ્યો છે કે, જલંધરમાં આંબેડકર જયંતિ પર આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા મુખ્યમંત્રી માન તલવંડી સાબો ગુરુદ્વારા તખ્ત શ્રી દમદમા સાહિબમાં નશાની હાલતમાં હતા અને તેમણે માથું નમાવ્યું હતું. તેમણે કહ્યું કે ભગવંત માન જ્યારે માથું નમાવવા આવ્યા ત્યારે તેઓ નશામાં હતા. તેણે મર્યાદાનો પણ ખ્યાલ રાખ્યો નહોતો. તે અત્યારે મુખ્યમંત્રી છે અને દુનિયા તેના પર નજર રાખી રહી છે. વધુમાં બાદલે કહ્યું કે, તેઓ છ મહિના સુધી મુખ્યમંત્રી વિરૂદ્ધ બોલવા માંગતા ન હતા, પરંતુ શીખોની પ્રતિષ્ઠા અને ગુરુદ્વારાના અપમાનને તેઓ સહન કરી શકશે નહીં.
તે જ સમયે, એસજીપીસીના વરિષ્ઠ ઉપ-પ્રમુખ રઘુજીત સિંહ વિર્કે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ દારૂના નશામાં પવિત્ર સ્થાનની મુલાકાત લીધી હતી અને શીખ ‘રહેત મર્યાદા’ (આચારસંહિતા)નું ઉલ્લંઘન કર્યું હતું. ભગવંત માનની ગેરવર્તણૂક દર્શાવે છે કે તેમણે ગુરુદ્વારાને યોગ્ય સન્માન આપ્યું નથી અને બંધારણીય પદની પ્રતિષ્ઠાને પણ નીચી કરી છે. વિર્કે કહ્યું કે સીએમ માનને શીખ સમુદાયની માફી માંગવી જોઈએ.
આ મામલે કોંગ્રેસ અને ભાજપે પણ મુખ્યમંત્રી માનને ભીંસમાં લીધા છે. બંને પક્ષોએ કહ્યું કે કાર્યક્રમો દરમિયાન મુખ્યમંત્રીની બોડી લેંગ્વેજ દર્શાવે છે કે તેઓ દારૂના નશામાં હતા. તેનો મેડિકલ ટેસ્ટ કરાવવો જોઈએ. તે જ સમયે, આમ આદમી પાર્ટીએ વિરોધ પક્ષો પર સીએમની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.