લ્યો બોલો…હવે સુરતમાં કરોડોના બંગલામાં પણ કોર્પોરેટરોની ગ્રાન્ટના બાંકડા જોવા મળ્યાં

Surat News: નગરસેવકોની ગ્રાન્ટમાંથી ફાળવેલા બાંકડાના દૂરઉપયોગની વધુ એક ફરિયાદ સામે આવી છે. અડાજણમાં આવેલા પૃથ્વી રો હાઉસના કરોડો(Surat News) રૂપિયાના ત્રણ બંગલામાં સોસાયટીના ગેટ પર મુકેલા 3 બાંકડા ઉઠાવીને ગોઠવી દેવાતાં વિવાદ વકર્યો છે. ઘરોના ધાબા, ખાણીપીણી સંસ્થાઓમાં, બોક્સ ક્રિકેટ બહાર બાકડાના વિવાદ બાદ હવે કરોડોના બંગલાઓમાં ગ્રાન્ટના બાંકડાઓનો દૂરઉપયોગ થતો હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે 5 જૂને સોસાયટીના જ એક રહેવાસીએ પાલિકાને તેમજ કોર્પોરેટરને લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં હજુ સુધી કોઈ જ કરાઈ નથી.

ફરી બાંકડાઓનું ભુત ધુણ્યું
નરસેવકોની ગ્રાન્ટમાંથી જાહેર જગ્યાઓ પર મુકાતા બાંકડાઓ ખાનગી ઇમારતોમાં મૂકીને પર્સનલ ઉપયોગ થતો હોવાની ગેરરીતી એકથી વધુ વખત બહાર આવી ચુકી છે. અગાઉ લિંબાયત, કોટ વિસ્તાર, રાંદેર અને વરાછામાં આ રીતે નગરેસવકોની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા બાંકડા લોકોની આગાસી, એપાર્ટમેન્ટના ધાબા અને ફૂડ કોર્ટમાં મળી આવ્યા બાદ હવે રાંદેર ઝોનમાં અડાજણ ખાતે ત્રણ બંગલામાં નગરસેવકની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા બાંકડા મુકાયા હોવાના ફોટો અને વિડિયો સાથે ઝોનમાં ફરિયાદ થતા ફરી બાંકડાઓનું ભુત ધુણ્યું છે.

નગરસેવક કેતન મહેતાની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા બાંકડા મુકાયા
આ બાબતે રાંદેર ઝોનમાં અને નગરસેવક બંનેને પણ ફરિયાદ કરાઇ છે. જો કે, હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી. ઝોન કહે છે કે, નગરસેવકની જવાબદારીમાં આવે છે અને નગરસેવક કહે છે કે અમે તપાસ કરાવીશું એમ કહી એક બીજાને ખો આપી રહ્યા હોવાનું પણ સ્થાનિકો લોકો જણાવી રહ્યા છે.

અડાજણ સ્થિત પૃથ્વી રો હાઉસના કરોડો રૂપિયાના ત્રણ બંગલામાં નગરસેવક કેતન મહેતાની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા બાંકડા મુકાયા છે. અગાઉ આ બાંકડા પૃથ્વી રો હાઉસ સોસાયટીના ગેટ પર મુકેલા હતા તેને ખાનગી બંગલાઓમાં ગોઠવી દેવાતા વિવાદ થયો છે.

અગાઉ તપાસ કરતા આવું કંઈ મળ્યું ન હતું
આ અંગે કોર્પોરેટર કેતન મહેતાએ લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, જણાવ્યું હતું કે, વોર્ડના 4 કપોર્પો રેટર પૈકી આ સોસાયટીમાં એક જ બાકડો ફાળવાયો હતો. અગાઉ ફરિયાદ મળી હતી ત્યારે તપાસ કરી હતી, જેમાં બાકડા સોસાયટીની બહાર જ જોવા મળ્યા હતા.