Cooking Gas Price: કેન્દ્ર સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે.સરકારે એક વર્ષ બાદ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર (Cooking Gas Price) કર્યો નથી. ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લો ફેરફાર 9 માર્ચ 2024ના રોજ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ સરકારે ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
ખાસ વાત એ છે કે જુલાઈ 2022 પછી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે.તેમ છતાં ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ડીઝલ અને પેટ્રોલના ભાવને લઈને સરકારે અગાઉના ભાવમાં વધારો કર્યો છે. સરકારે કહ્યું છે કે ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
મધ્યમ અને ગરીબ વર્ગને મોટો ઝટકો
સામાન્ય ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરના ભાવ હવે રૂ. 803થી વધી રૂ. 853 થશે. જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. 500થી વધી રૂ. 550 થશે. નોંધ લેવી કે, રાજ્યવાર એલપીજી ગેસના ભાવો અલગ અલગ છે. અમદાવાદમાં એલપીજી ગેસનો ભાવ હાલ રૂ. 800 પ્રતિ 14.2 કિગ્રા છે. જો નવો ભાવ વધારો લાગુ થાય તો આવતીકાલથી ગૃહણીઓને ગેેસ સિલિન્ડર માટે રૂ. 850 ચૂકવવા પડશે.
પેટ્રોલિયમ અને નેચરલ ગેસના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, અમે આ પગલાંની દર બેથી ત્રણ સપ્તાહમાં સમીક્ષા કરીશું. વધુમાં પેટ્રોલ-ડિઝલ પર પણ એક્સાઈઝ ડ્યૂટી લીટરદીઠ રૂ. 2 વધારવામાં આવી છે. એક્સાઈઝમાં વૃદ્ધિ પાછળનો ઉદ્દેશ ઓઈલ માર્કેટિંગ કંપનીઓે રૂ. 43000 કરોડનું વળતર આપવાનો છે. OMCને ગેસ સેગમેન્ટમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે છે.
અગાઉ બે વર્ષ ભાવ ઘટાડ્યા હતાં
કેન્દ્ર સરકારે આ ભાવ વધારા પહેલાં અગાઉ બે વર્ષ સુધી એલપીજી ગેસના ભાવોમાં ઘટાડો કર્યો હતો. ગત વર્ષે 9 માર્ચ, 2024ના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 100નો ઘટાડો કર્યો હતો. તે પહેલાં 30 ઓગસ્ટ, 2023ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ રૂ. 200 સુધી ઘટાડ્યા હતા. ત્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત રૂ. 1103થી ઘટી 903 કરવામાં આવી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App