માતાના ધાવણમાંથી બનાવી શકાય છે શરીરમાંથી કોરોના ખત્મ થઇ જાય એવું દ્રવ્ય

કોરોનાવાયરસને કારણે દુનિયામાં અત્યાર સુધી લાખો લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ જ કારણ છે કે આ મહામારી ની દવા શોધવા માટે દિવસ-રાત લોકો જોડાયેલા છે. વિશેષજ્ઞો અને વૈજ્ઞાનિકોને લાખો પ્રયત્નો બાદ પણ તેમાં કોઇ મોટી સફળતા હાથ લાગી નથી. વેક્સિન બનાવવા માટે રોજ નવા-નવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. હવે એવામાં માતાના દૂધમાંથી કોરોનાનો ઈલાજનો દાવો કરવામાં આવી રહ્યો છે.

તેને લઈને તો જર્નલ ઓફ ક્લિનિકલ માઇક્રો બાયોલોજીમાં શુક્રવારે પ્રકાશિત એક રિસર્ચ અનુસાર માતાના દૂધથી એન્ટીબોડી બનાવી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

રિસર્ચમાં ખબર પડી છે કે સંક્રમિત મહિલાના સ્તનના દૂધમાં કોરોનાવાયરસના એન્ટીબોડી હોય છે જે બાળકોને સંક્રમણથી બચાવીને રાખે છે.એટલા માટે જ સંક્રમિત મહિલાઓને પણ પોતાના બાળકોને કોરોનાવાયરસથી બચાવવા માટે સ્તનપાન ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી છે.

શોધ કર્તાએ દાવો કર્યો છે કે દૂધ ના માધ્યમથી વાઇરસનો પ્રસાર નથી થતો. અને દૂધમાં જરૂરી માત્રામાં એન્ટીબોડી હોઈ શકે છે. આ અભ્યાસનું નેતૃત્વ કરનાર ધ ઈકના સ્કૂલ ઓફ મેડિસિનના રેબેકા પોવેલ એ ન્યુઝ એજન્સીને આ વાતની જાણકારી આપી.

ડોક્ટરોના અનુસાર કોરોનાવાયરસના સંપર્કમાં આવ્યા બાદ કેટલાક બાળકોમાં દુર્લભ અને જીવલેણ લક્ષણ હોઈ શકે છે. જેને શોધકર્તાઓ પીડીયાટ્રીક મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી syndrome કહી રહ્યા છે. તેને પણ સંભવિત રૂપથી કોરોનાવાયરસથી જોડાયેલા લક્ષણો જણાવવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *