અમદાવાદ કલેકટર કચેરીને કોરોનાનું ગ્રહણ- નાયબ મામલતદાર મોતને ભેટ્યા- અન્ય 11 પોઝીટીવ

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કારણે લોકોની હાલત દિવસેને દિવસે કફોળી બનતી જાય છે. લોકો આટઆટલી સાવધાની રાખવા છતાં લોકો કોરોનાનો શિકાર બની રહ્યા છે. પણ કોરોનાના કહેરવચ્ચે એવી ઘટના સામે આવી છે જેને સાંભળી તમે ચોંકી ઉઠશો.

અમદાવાદની કલેકટર કચેરીના 11 જેટલા કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે, સાથે-સાથે નાયબ મામલતદારનું કોરોના વાયરસના ચેપથી મૃત્યુ પણ થયું છે. આ નાયબ મામલતદારનું નામ દિનેશ રાવલ હતું. દિનેશ રાવલની સાથ-સાથે અન્ય ત્રણ મામલતદારોને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે.

નાયબ મામલતદાર દિનેશ રાવ છેલ્લા 15 દિવસથી કોરોના વાયરસથી પીડાઈ રહ્યા હતા. પણ છેવટે કોરોનાએ તેમને હરાવી દીધા. દિનેશ રાવલની ગઈ કાલે અચાનક તબિયત વધારે બગડી હતી. અને તેમના સ્વાસ્થ્યમાં અચાનક બદલાવ થવાથી તેમનું મૃત્યુ થયું છે. સાથે-સાથે એડિશનલ કલેકટર પણ સ્ટ્રેસને કારણે રજા પર હતા. પણ રેસિડેન્ટ એડિશનલ કલેકટરનાં પી.એ ને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર કચેરીમાં અફરા-તફરીનો માહોલ બની ચુક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *