લોકોને લુંટવા પ્રાઈવેટ બસ સંચાલકો તૈયાર- સરકારની મીઠી રહેમ નજર, ભાડુ સાંભળીને વિશ્વાસ નહી થાય

ગુજરાતીઓ છેલ્લા 40 દિવસ કરતાં પણ વધારે દિવસોથી લોકડાઉન વચ્ચે જીવી રહ્યા છે. જે લોકો રોજનું રળીને રોજ ખાતા હતાં, એવા લોકો પાસે પૈસા નથી…

ગુજરાતીઓ છેલ્લા 40 દિવસ કરતાં પણ વધારે દિવસોથી લોકડાઉન વચ્ચે જીવી રહ્યા છે. જે લોકો રોજનું રળીને રોજ ખાતા હતાં, એવા લોકો પાસે પૈસા નથી બચ્યા. એવામાં સુરતના રત્ન કલાકારો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારની સુચના બાદ સુરત કલેક્ટરે લોકોની માંગ સ્વીકારીને રત્ન કલાકારોને બસની સુવિધા કરી આપી હતી. પરંતુ હવે તેના ભાડા અંગે માહિતી આવી જે ખરેખર ચોંકાવનારી છે.

દિનેશ અણઘણ નામના ફોટો સાથે એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ છે જેમાં કેટલીક વિગતો સાથે ભાડાની રકમ કહેવામાં આવી છે. સુરતના રત્નકલાકારોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. બસ એસોસિએશને કલેક્ટરને ભાડાની રકમ જણાવી છે. આ રકમ સાંભળીને બધા ચોંકી જાય એવું છે. 400 કિમીનું ભાડું રૂ.1000 અને 500 કિમીનું ભાડું રૂ.1200 લેવામાં આવશે. તેમજ 500થી વધુ કિમીનું ભાડું રૂ. 1500 વસુલવામાં આવશે.

હાલમાં જે પરિસ્થિતિ છે એને જોતાં એવું લાગે છે કે બસ સંચાલકોએ સરકારનું નાક દબાવ્યા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. લૉકડાઉનમાં લોકોને વધુ એક ફટકો પડે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *