ગુજરાત(Gujarat): દિવાળીનું વેકેશન(Diwali vacation) હજુ પૂરું પણ નથી થયું અને ગુજરાતી પ્રવાસીઓ ગુજરાતમાં અને ગુજરાત બહાર ફરવા માટે જઈ રહ્યા છે ત્યારે, કોરોનાની ત્રીજી લહેર(The third wave of the corona)ની દસ્તક જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના સંક્રમણના નવા 54 કેસ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. કોરોનાના કેસોમાં વધારો થતા આરોગ્ય તંત્ર(Health system) પણ દોડતું થયું છે. જેમાં અડધો-અડધ કેસ અમદાવાદ(Ahmedabad)માં જ જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 28 કેસ નોંધાયા છે.
એક સપ્તાહના કોરોના કેસના આંકડા આ મુજબ છે:
રાજ્યમાં 17 નવેમ્બરના રોજ 54 કેસ, 16 નવેમ્બરના રોજ 35 કેસ, 15 નવેમ્બરના રોજ 29 કેસ, 14 નવેમ્બરના રોજ 30 કેસ, 13 નવેમ્બરના રોજ 37 કેસ, 12 નવેમ્બરના રોજ 21 કેસ, 11 નવેમ્બરના રોજ 40 કેસ, 10 નવેમ્બરના રોજ 42 કેસ નોંધાઈ ચુક્યા છે.
ગુજરાતમાં બિલ્લી પગે કોરોનાના સંક્ર્માનમાં વધારો થઇ રહ્યો છે ત્યારે, હવે મહાનગર પાલિકાએ પોતાની આગળની ગતિવિધિઓ આરંભી દીધી છે. રાજ્યમાં હજુ શિયાળો બરાબર જામ્યો પણ નથી ત્યાંકોરોનાના કેસોમાં ઉછાળો આવતા, વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે. મળતી માહિતી પ્રમાણે, હવે શહેરમાં ટેસ્ટીંગ વધારવા માટે સુચના આપી દેવામાં આવી છે અને અમદાવાદમાં ટેસ્ટીંગ ડોમની સંખ્યામાં ધીમે ધીમે વધારો કરવામાં આવી રહ્યો છે. ડોમ સાથે વેક્સીનેશન પ્રક્રિયા પણ ઝડપી કરી દેવામાં આવી છે.
ગુજરાતના કુલ કેસમાંથી અડધા કેસ અમદાવાદમાં આવતા હવે આરોગ્ય વિભાગની પણ સવેચેતી વધી છે. કોરોનાને લઈ RTPCR અને એન્ટીજન ટેસ્ટમાં વધારો કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર દરરોજ અંદાજે 7000 ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જ્યાં કોરોનાના કેસ આવે છે ત્યાં ટ્રેસિંગ કરી તાવ આવે તો ટેસ્ટ કરાવવા પણ જણાવવામાં આવી રહ્યું છે. જોવામાં આવે તો દિવાળી પછી અંદાજે 42000 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.