ગુજરાતીઓ લોકડાઉનમાં પણ કરી રહ્યા છે સારીએવી કમાણી, બજારમાં લાવ્યા કોરોના નામની અનોખી વસ્તુઓ

સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધતા જાય છે. સરકાર દ્વારા સતત 4 વખત લોકડાઉન વધારવામાં આવ્યું છે. આવામાં લોકોના કામધંધા 3-3 મહિનાથી બંધ છે. હાલમાં લોકને ખાવાના પણ ફાફા પડી રહ્યા છે. આ દરમ્યાન, ગુજરાતીઓએ આ આફતમાં પણ વેપાર શોધી લીધો છે. કોરોના સ્પેશિયલ ખાખરા હોય કે પછી ઈમ્યુનિટી કેક, ખાવાની વસ્તુઓ સિવાય કોરોના સામે રક્ષણ આપતો ધૂપ પણ ગુજરાતીઓએ બનાવી લીધો છે.

જ્યારે સુરતના યોગેશ પટેલે કોરોના સ્પેશિયલ ખાખરા બનાવ્યા છે. તેમના ઈમ્યુનિટી બુસ્ટિંગ ખાખરા સોશિયલ મીડિયા પર એવા વાયરલ થયા છે કે, રાતોરાત તેની ડિમાન્ડ વધવા લાગી છે. મીડયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ દરરોજ અલગ-અલગ ફ્લેવરના ખાખરા બનાવતા રહે છે. આ વખતે તેમણે રોગપ્રતિકારક શક્તિ વધે તેવા કેળા-મેથી ફ્લેવરના ખાખરા બનાવ્યા છે. તેમનું કેહવું છે કે, આ ખાખરથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

આ ઉપરાંત, મીડયા સાથેની વાતચીતમાં યોગેશભાઈએ જણાવ્યું હતું કે, આ ખાખરામાં ઘઉંનો લોટ, મેથીનો પાવડર, તાજા કોથમીર, તુલસી, ફુદીના અને મીઠા લીમડાના પાન, લીંબુનો રસ, આદુ, લીલું મરચું, હળદર, ખાવાનું તેલ અને આયોડાઈઝ્ડ મીઠાંથી બનાવવામાં આવ્યા છે. તેના બનાવવા પાછળનો હેતુ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો છે. તેના સર્ટિફિકેશનની પ્રોસેસ પૂરી થઈ ગયા બાદ તેનું વેચાણ શરુ કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, કોરોનાથી બચવા માટે હળદર પણ ખુબ જ ઉપયોગી હોવાનું કહેવાય છે. જેને ધ્યાનમાં લઈ અમદાવાદમાં કેકશોપ ચલાવતા ગુજંન પરમારે ટર્મરિક કેક બનાવી છે. તેમનું કહેવું છે કે, સવારના નાસ્તામાં આ કેક ચા કે દૂધ સાથે ખાઈ શકાય છે. આ કેકને સૂંઠ, હળદરવાળું દૂધ, કેળાં, કાજુ, બદામ, સૂકી દ્રાક્ષ, ડ્રાય ફ્રુટ્સ અને બેકરીના સ્ટાન્ડર્ડ વેનિલા બેટર માંથી બનાવાઈ છે.

આ ઉપરાંત, રાજકોટમાં 20 વર્ષથી સર્જન તરીકે પ્રેક્ટિસ કરતાં ડૉ. નિલેશ નિમાવતે કોરોના ધૂપ બનાવ્યો છે. તેમનું કહેવું છે કે, બે ડઝન જેટલી ઔષધિઓ અને આયુર્વેદિક ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને આ ધૂપ બનાવાયો છે. સામાન્ય ધૂપની જેમ તેને પણ સળગતા છાણાં પર છાંટી શકાય છે. તેમાંથી ન માત્ર સુંદર સુગંધ આવે છે, પરંતુ શ્વસનતંત્રની ક્ષમતા પણ સુધરે છે.

કોરોનાને કારણે પાન-મસાલા ખાઈને થૂંકવા માટે રાજકોટની એક કંપનીએ તો ખાસ પ્રકારની થૂંકદાની પણ બનાવી દીધી છે, જેને ગમે ત્યાં લઈને ફરી શકાય છે. આ થૂંકદાની બનાવનારા ક્રિપાલસિંહ જાડેજાએ મીડયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 20 રુપિયાનો આ ડિસ્પોઝિબલ કપ એકથી વધારે વાર યુઝ કરી શકાય છે, તેમાં થૂંકવા પર પણ વાસ નહીં આવે, અને આ થૂંકદાનીનો ઉપયોગ કરનારાને જાહેરમાં થૂંકવાની નોબત જ નહીં આવે. જેના કારણે દંડથી બચી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *