કોરોના મહામારીનો સામનો કરી રહેલ અમેરિકા માટે મંગળવારનો દિવસ ઇતિહાસનો સૌથી ખરાબ દિવસ બની ગયો.જોન હોપકિન્સના આંકડાઓ અનુસાર અમેરિકામાં આ વેશ્વિક મહામારીથી મરનારની સંખ્યા 58365 થઈ ગઈ છે. જે વિયેતનામ યુદ્ધના સમયે કરતાં પણ વધી ગઈ છે.
વીસ વર્ષો સુધી વિયેતનામમાં ચાલેલા આ યુદ્ધમાં કુલ 58220 અમેરિકન માર્યા ગયા હતા પરંતુ ચીનમાંથી ફેલાયેલા આ વાયરસના કારણે અત્યાર સુધી 58365 અમેરિકનો નું મૃત્યુ થયું છે.અમેરિકા અને વિયેતનામ વચ્ચે 1955 થી 1975 વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું, જે ગૃહ યુદ્ધ બાદ અમેરિકા કે ઈતિહાસનો સૌથી ખરાબ સંઘર્ષ સાબિત થયો હતો.પરંતુ મંગળવારે રાષ્ટ્રપતિ શાસનમાં અમેરીકાને માત્ર ચાર મહિનામાં આ યુદ્ધથી વધારે મૃત્યુનો આંકડો સ્પર્શી લીધો છે.
#BREAKING US coronavirus deaths top Vietnam War toll: tracker pic.twitter.com/RYnbBg0mew
— AFP news agency (@AFP) April 28, 2020
એટલું જ નહીં મંગળવારે અમેરિકા દુનિયા નો સૌથી પહેલો દેશ બની ગયો છે જ્યાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા દસ લાખથી વધારે થઈ ગઈ છે તેમ છતાં અહિંયા રોજના મૃતકો અને સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news