શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ મંત્રાલયો સાથેની બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા જણાવાયું કે, દેશમાં ઓક્સિજન સિલિન્ડરનો પુરવઠો વધારવા માટે તમામ મંત્રાલયોએ સાથે મળીને કામ કરવું જોઈએ. આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓએ પોતાની વચ્ચે નિયમિત સંપર્ક જાળવવો જોઈએ. તેમણે અધિકારીઓને 20, 25 અને 30 એપ્રિલના રોજ ઓક્સિજનની સંભવિત માંગ અનુસાર વ્યૂહરચના તૈયાર કરવા જણાવવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ઓક્સિજન સિલિન્ડર એક હાઈ પ્રેશર, નોન રિએક્ટિવ, સીમલેસ ટેમ્પર્ડ સ્ટીલ કન્ટેનર હોય છે. જેમાં કમ્પ્રેસ્ડ ગેસ ભરેલો હોય છે. દર્દીઓને ઓક્સિજન આપીને, શરીરના ટિશ્યૂને ફરીવાર ક્રિયાશીલ બનાવામાં આવે છે, જે તેમના જીવનને બચાવે છે.
જો તમે ઘરે બેસીને ઓક્સિજન સિલિન્ડર મેળવવા માંગતા હો, તો પછી તમે આ પદ્ધતિ અપનાવી શકો છો. તમે એપોલો હોમકેર પર એક નજર કરી શકો છો. તમે Apollo Homecare પર ફોન કરીને ઓક્સિજન સિલિન્ડર ખરીદી શકો છો અથવા ભાડે મેળવી શકો છો. આ માટે તમારે તમારું નામ, ફોન નંબર, ઇમેઇલ આઈડી અને શહેરની માહિતી આપવી જરૂરી છે.
તમને જણાવી દઈએ કે, અપોલો હોમકેરની આ સેવા હાલમાં દિલ્હી-NCR, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલોર, કોલકાતા, મૈસુરુ, મદુરાઇ, ભુવનેશ્વર અને પૂણેમાં ઉપલબ્ધ છે. આ શહેરોમાં રહેતા લોકો તેમના ઘરે ઓક્સિજન સિલિન્ડરની સપ્લાય માટે ઓર્ડર આપી શકે છે અને ચૂકવણી કરી શકે છે.
જો તમે ઇચ્છતા હોવ તો તમે એમેઝોન અથવા ફ્લિપકાર્ટમાંથી પણ ઓક્સિજન સિલિન્ડર મંગાવી શકો છો. તેના માટે તમારે આ બંનેમાંથી કોઈ એક ઓનલાઇન રિટેલરને આર્ડર કરી પેમેન્ટની ચૂકવણી કરવી પડશે. ધ્યાન રાખો કે, સિલિન્ડર ઘણા આકારના હોય છે. તેથી, ઓર્ડર આપતા પહેલા તમારી જરૂરિયાતોને ઓળખો. જણાવી દઈએ કે, ઓર્ડર આપ્યાના થોડા કલાકોમાં જ સિલિન્ડર આવી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.