સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોનાના ભરડામાં કેટલાય લોકો આવી ચુક્યા છે. જયારે સમગ્ર ગુજરાતમાં મૃત્યુ આંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ પછી સુરતનો નંબર આવે છે. તો સુરતમાં સ્મશાન સુધી અને મૃતદેહના મોઢામાં ગંગાજળ મુકવાના કેટલા રૂપિયા લેવામાં આવી રહ્યા છે, તો ચાલો જાણીએ સમગ્ર ઘટના વિશે..
સુરતમાં વધતા કોરોનાના સંક્રમણને લીધે મૃત્યુ આંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે સ્મશાનમાં મોટી લાઈન જોવા મળી રહી છે અને કલાકો સુધી લોકોને મૃતદેહના અંતિમસંસ્કાર માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે. ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં લેભાગુઓ લોકો પાસેથી રૂપિયા લેવાનું ચુકતા નથી. કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ બાદ મૃતદેહના દર્શન કરીને મોઢામાં ગંગાજળ મુકવાના 3000 જેટલા રૂપિયા ચુકવી રહ્યા છે અને તેમની સાથે કોરોનાગ્રસ્ત મૃતદેહને સ્મશાન પહોચાડવા માટે 500 થી 1000 રૂપિયા પડાવવામાં આવે છે તેવી ફરિયાદો મળી રહી છે.
સમગ્ર સુરત શહેરમાં કોરોનાના વધતા સંક્રમણની સાથે મૃત્યુ આંકમાં પણ વધારો થયો છે. જયારે સુરત શહેરમાં દરરોજ 100 થી વધુ લોકોના કોવીડની માર્ગદર્શિકા હેઠળ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. પહેલા મૃતદેહના અંતિમસંસ્કાર માટે મોટી લાઈન અને વેઈટીંગ હોવાનું કહીને લોકોને ફસાવે છે. ત્યાર બાદ જે પરીવારજનોને મૃતક સાથે વધુ પ્રમાણમાં લાગણી હોય છે તે મૃતકના અગ્નીસંસ્કાર માટે રૂપિયા આપીને લેભાગૂઓનો શિકાર બને છે.
મૃતદેહ પર ખોટા રૂપિયા પડાવી રહેલા લેભાગુઓ દ્વારા લોકોને એવું કહેવામાં આવે છે કે, તમારા મૃતદેહને જે સ્મશાનમાં લઇ જવા માટે કહેવામાં આવી રહ્યું છે તે ખુબ જ લાઈન છે અને વેઈટિંગ છે, બોડી મુકીને તમારે પાછા આવવું પડશે. આ પ્રકારની વધુ વાતચીત થયા બાદ અમુક સ્મશાન એવા છે કે જ્યાં તમને મૃતદેહના દર્શન પણ કરાવવામાં આવે છે અને તેમની સાથે મૃતદેહના મોઢામાં ગંગાજળ અને તુલસી કે ફૂલ જેવી અન્ય વસ્તુઓ પણ મુકવા દેવામાં આવી રહી છે. આ બધી વિધિ કરવાના 3000 રૂપિયા થશે. મૃતકના પરિવારજનોમાં ખુબ જ લાગણી હોવાથી તે લોકો આવા લેભાગુઓને પૈસા ચૂકવીને શિકાર બની રહ્યા છે, જેવી ઘણી ફરિયાદો મળી રહી છે.
અગાઉ જ રાંદેર વિસ્તારના પૂર્વ કોર્પોરેટરના પતિએ શબવાહિનીના ડ્રાઈવર દ્વારા રૂપિયા પડાવતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જયારે આ ફરિયાદ બાદ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પણ સસ્પેન્ડ થયો હતો. આ ઘટના બાદ પણ હાલમાં મૃતકના સગા પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. જેની વસુલી ખુલેઆમ થઈ રહી. જયારે મૃતકના સગા પાસેથી કહેવા મુજબ સ્મશાને લઇ જવા માટે 500 થી 1000 રૂપિયા વસુલવામાં આવી રહ્યા છે. તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ કોરોનાના કપરા કાળમાં લેભાગુઓ ખુલેઆમ લોકોની પાસેથી પૈસા પડાવી રહ્યા છે જેને કારણે માનવતા મરી પરી હોય તેવું લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.