આ હોસ્પીટલની બેદરકારીથી 5 કોરોના વાયરસના દર્દીઓ ભાગી ગયા, આખા શહેરમાં જાહેર કરવામાં આવ્યુ એલર્ટ

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. કોરોનાને કારણે ભારતમાં બીજુ મોત થતા ખળભળાટ મચી ગયો છે બીજું મોત દિલ્હીમાં 69 વર્ષીય વૃદ્ધનું થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. કોરોના વાયરસથી લોકો એટલા વધુ ડરી ગયા છે કે હોસ્પિટલમાં એકલા રહીને સારવાર પણ નથી કરાવવા માંગતા. ઘણા લોકો તો તપાસ કરાવવાથી પણ ડરે છે. મહારાષ્ટ્રના નાગપુરના એક હોસ્પિટલથી કોરોના વાયરસના પાંચ શંકાસ્પદ દર્દીઓ ભાગી ગયા છે. આ ઘટના 13 માર્ચની રાતે થઈ હતી. ત્યાર બાદ આખા નાગપુરમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે આ દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે. નાગપુરના ઈંદિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કોરોનાના પાંચ શંકાસ્પદ દર્દીઓની સારવાર ચાલી રહી હતી.

આ પાંચ દર્દીઓ 13 માર્ચની મોડી રાત્રે ત્યાંથી ભાગી ગયા. નાગપુર પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે આખા શહેરમાં પોલીસે હાઈ એલર્ટ પર રાખી દીધું છે. આખા શહેરમાં નાકાબંધી કરી છે. શંકાસ્પદ દર્દીઓને શોધવામાં આવી રહ્યા છે. તે વધુ દુર સુધી ભાગી નહીં શકે. નાગપુરમાં કોરોના વાયરસની તપાસમાં ત્રણ મામલાની પુષ્ટિ થઈ હતી. તેની સાથે જ મહારાષ્ટ્રમાં વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 17 થઈ ગઈ છે.

નાગપુરમાં 12 માર્ચે 45 વર્ષીય વ્યક્તિમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી. આ વ્યક્તિ પત્ની અને પોતાના મિત્રોની સાથે ગયા અઠવાડિયે અમેરિકાથી પરત ફર્યો હતો. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી પુણેમાં 10, મુંબઈ અને નાગપુરમાં 3-3 અને ઠાણેમાં કોરોના વાયરસથી સંક્રમિત એક મામલો સામે આવ્યો છે. નાગપુરના કામિશ્નરે જણાવ્યું કે 15 ફેબ્રુઆરીથી અત્યાર સુધી ઈટલી, જર્મની, ચીન, ફ્રાંસ, સ્પેન, ઈરાન અને દક્ષિણ કોરિયાની યાત્રા કરનાર લોકોને નાગપુર એરપોર્ટ પર અલગથી તપાસ થઈ રહી છે. અત્યાર સુધી 604 યાત્રીઓની તપાસ કરવામાં આવી ચુકી છે.

ભારતમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 82 કેસ સામે આવ્યાં

અત્રે જણાવવાનું કે ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 82 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 2 લોકોના મોત થયા છે. જ્યારે 10 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે. કોરોના વાયરસના કારણે દેશના અનેક રાજ્યોમાં શાળા અને કોલેજો બંધ કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *