હાલમાં કોરોનાનો કહેર જાણે કે દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. જેમાં ગુજરાતના અનેક શહેરોમાં કેસ બેકાબૂ બન્યા છે. કોરોનાના આવા કહેર વચ્ચે રાજકોટમાં નેગેટિવ રિપોર્ટ આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીગ્રામ વિસ્તારમાં મહાદેવ કલેક્શન સેન્ટર ચલાવતા પરાગ જોશી સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેઓ 1500 રૂપિયા લઈ નેગેટિવ રિપોર્ટ આપી રહ્યા હતા. હાલ આરોગ્ય સાથે ચાલતી ઉઘાડી લૂંટનો આખરે પર્દાફાશ થયો છે. આ મામલે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો અને મહાદેવ હોમ કલેક્શન સેન્ટર ચલાવતા પરાગ જોશીનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. પરાગ જોશી કોરોનાના કપરા સમયમાં સેમ્પલ લીધા વગર કોરોનાનો રિપોર્ટ નેગેટિવ કાઢી આપતો હતો. આ દરમિયાન તે અન્ય દેશમાં જવા માંગતા લોકોને મુખ્ય ટાર્ગેટ બનાવતો હતો.
ત્યારે પરાગ જોશીના આ સમગ્ર કૌભાંડનો સ્ટીંગ ઓપરેશન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. આ સ્ટીંગ ઓપરેશનમાં પરાગ જોશી 1500 રૂપિયાના બદલામાં ગણતરીના કલાકોમાં રિપોર્ટ કાઢી આપવાની ખાતરી આપતા દેખાય છે. તેમજ તેણે આ રીતે અનેક કાંડ કર્યા હોવાના પણ વીડિયોમાં ખુલાસા કર્યા છે. ત્યારે તંત્રની સામે આ વીડિયો આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.
રાજકોટ મનપા આરોગ્ય વિભાગ દ્વારા પરાગ જોશી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. નાયબ આરોગ્ય અધિકારી મનીસ ચુનારા દ્વારા આ ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત ડો.ચુનારા દ્વારા દલાલ પરાગ જોષીનો મોબાઇલ નંબર તેમજ તેણે કાઢી આપેલો ભટ્ટ લેબોરેટરીનો રિપોર્ટ પણ કબજે કરવામાં આવ્યો હતો.
પરાગ જોશી રિપોર્ટ આપવાના મામલે દલાલનું કામ કરે છે. તેણે સેમ્પલ લીધા વગર જ અનેક લોકોના કોરોના નેગેટિવ રિપોર્ટ આપી દીધા હતા. આ માટે તે રૂપિયા પડાવતો હતો. શહેરમાં આવેલી ભટ્ટ લેબોરેટરીના સહી સિક્કાવાળો કોરોના રિપોર્ટ દલાલ પરાગ જોષીએ આપ્યો હતો. આ ઉપરાંત આ સ્ટીંગ ઓપરેશનમાં હજી વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે. પરાગ જોશીની પૂછપરછમાં ચોંકાવનારી માહિતીઓ પણ સામે આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle