ગુજરાતમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. તાપી જિલ્લાના નિઝારમાં લગ્નપ્રસંગમાં ભારે ભીડનો વીડિયો વાઈરલ થયો હતો. ત્યારબાદ હવે સુરતમાં ભાજપના નેતાની દીકરીના લગ્નમાં કોરોનાનાં નિયમોનો ભંગ થયો હોય તેવો વીડિયો વાઈરલ થયો છે. માંગરોળના વેરકૂઈમાં ભાજપ નેતાની દીકરીના લગ્નમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ડીજેના તાલે ગરબે રમાયા હતા. બેદરકારી બદલ બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત આ મામલે ઈન્દ્રીશ મલેક સહિત 100 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને ઈન્દ્રીશ મલેક સહિત ચાર લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. માંગરોળના વેરાકૂઈમાં ભાજપ નેતા ઈન્દ્રેશ મલિકના દીકરીના લગ્નપ્રસંગનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે ડીજેના તાલે મોટી સંખ્યામાં લોકો ગરબા રમી રહ્યા છે. હાલ કોરોનાકાળમાં પણ આટલી મોટી સંખ્યામાં ભીડ ભેગી કરતાં ભાજપના નેતા વિવાદમાં આવી ગયા છે.
નિઝર તાલુકાના વેલદા ગામે રહેતા જોગાભાઇ ભીખાભાઇ પાડવીને ત્યાં મંગળવારે રાત્રિના સમયે યોજાયેલા લગ્નપ્રસંગે મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઇ હતી અને આ મેળાવડામાં ભેગા થયેલ લોકોએ કોઈ પણ જાતના ડિસ્ટન્સની પરવા કર્યા વિના ડી.જે ના તાલે ગરબા રમ્યા હતા અને ડાન્સ કર્યો હતો.
હાલ ગુજરાત સહીતના સમગ્ર દેશમાં કોરોના મહામારીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને રોજેરોજ પોઝિટિવ કેસ મળી આવવાની સંખ્યામાં ભારે વધારો નોંધાઈ રહ્યો છે. તેવાં સમયમાં હજી કેટલાક લોકો કોરોનની ગાઇડલાઇનનો ભંગ કરી લગ્નપ્રસંગે મોટા ટોળા ભેગા કરી બેદરકારી દાખવી રહ્યા છે. નિઝર તાલુકાના વેલદા ગામે રહેતા જોગાભાઇ ભીખાભાઇ પાડવીને ત્યાં મંગળવારે રાત્રિના સમયે યોજાયેલા લગ્નપ્રસંગે મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઇ હતી અને આ મેળાવડામાં ભેગા થયેલ લોકોએ કોઈ પણ જાતના ડિસ્ટન્સની પરવા કર્યા વગર ડી.જેના તાલે ગરબા રમવામાં આવ્યા હતા અને ડાન્સ પણ કર્યો હતો.
આ અંગે જણાવ્યું હતું કે, મેં કોઈ ડીજે મંગાવ્યું જ નથી. અમારા સમાજમાં નાચવાનું પણ આવતું નથી. આદિવાસી સમાજ દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું હોય તો મને આના વિષે કોઈ જાણ નથી. આ મારા વિરોધીઓની ચાલ છે. હું હાલમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયો છે. અને તે માટે આ કાવતરૂ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.