સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે હવે દેહમાં કોરોનાની ત્રીજી લહેરે પગપેસારો કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે.
દેશમાં કોરોનાએ ફરી એક વખત કોરોનાને માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં નવા કોરોના કેસોમાં 20 હજારથી વધુનો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ -19 ના 46,164 નવા કેસ નોંધાયા છે, જ્યારે અગાઉ મંગળવારે 24 ઓગસ્ટના રોજ 25,467 નવા કેસ નોંધાયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાવાયરસના 46,164 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 607 લોકોના મોત થયા છે. આ પછી, દેશમાં સંક્રમિતોની સંખ્યા 3 કરોડ 25 લાખ 58 હજાર 530 થઈ ગઈ છે અને 4 લાખ 36 હજાર 365 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ -19 ના 34,159 લોકો સાજા થયા છે, ત્યારબાદ સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3 કરોડ 17 લાખ 88 હજાર 440 થઈ ગઈ છે અને 3 લાખ 33 હજાર 725 લોકોની સારવાર ચાલી રહી છે.
છેલ્લા 2 દિવસમાં, ભારતમાં કોવિડ -19 ના કેસોમાં વધારો થયો છે અને નવા કેસ લગભગ બમણા થઈ ગયા છે. ભારતમાં 24 ઓગસ્ટના રોજ દેશભરમાં 25,467 નવા કેસ નોંધાયા હતા. જે આજે 26 ઓગસ્ટના રોજ આવેલા આંકડા કરતા 20,697 ઓછા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, બુધવારે 25 ઓગસ્ટના રોજ કોરોના વાયરસના નવા કેસ વધીને 37,593 થઈ ગયા હતા અને નવા કેસ આજે 46,164 પર પહોંચી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.