ધોરણ 10 બાદ ધોરણ 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અંગે મોટી જાહેરાત- જાણો જલ્દી…

ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોના કેસ ઉપર જઈ થયા છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ ને પોતાની પરીક્ષાઓની ચિંતા સતાવી રહી છે. ત્યારે હવે ગુજરાત સરકારે મોટો નિર્ણય…

ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોના કેસ ઉપર જઈ થયા છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ ને પોતાની પરીક્ષાઓની ચિંતા સતાવી રહી છે. ત્યારે હવે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં ગઈકાલના રોજ ધોરણ-૧૦ એસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે તેવો નીર્ણય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે જ ધોરણ-૧૨ મા ભણતા વિદ્યાર્થીઓ અને વાલીઓમા એક ચર્ચા શરુ થઇ હતી કે ધોરણ -૧૦ ની જેમ હવે ધોરણ ૧૨ માટે પણ કદાચ માસ પ્રમોશનનો નિર્ણય સરકાર લઇ શકે છે પરંતુ, આ તમામ આકલન પર હવે પૂર્ણ વિરામ લાગશે.

દેશભરમાં હાલમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. આવનારા સમયમાં હજુ સ્થિતિ કેટલી ખરાબ થશે કે સુધરશે તેને લઈને કોઈ ચોક્કસ આકલન કરવું અઘરું છે. ત્યારે હવે સીબીએસઈ બોર્ડની 12માં ધોરણની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ મુંઝવણમાં છે કે આખરે બોર્ડની પરીક્ષા થશે કે નહીં. કારણ કે આજે કેટલાક એવા અહેવાલ સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષની સીબીએસઈ ધોરણ 12ની બોર્ડ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જોકે આ મામલે હવે ખુદ સીબીએસઈએ ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે.

ધોરણ 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે CBSEએ ટ્વીટ કરીને કહ્યું કે, કેટલાક માધ્યમોમાં ધોરણ 12ની બોર્ડ પરીક્ષા રદ્દ કરવાના અહેવાલ આવ્યા છે જેના જવાબમાં કહેવા માગીએ છીએ કે બોર્ડે હાલમાં આવો કોઈ નિર્ણય કર્યો નથી અને આ મામલે જો કોઈપણ નિર્ણય કરવામાં આવશે તો તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આમ હાલમાં તો ધોરણ 12ની બોર્ડની પરીક્ષાને લઈને કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. એટલે કે માધ્યમોમાં ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાના જે અહેવાલ ચાલી રહ્યા છે તેમાં કોઈ તથ્ય નથી.

અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા સીબીએસઈ બોર્ડે ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરી દીધી હતી અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા ટાળી દીધી હતી અને કોરોનાની સ્થિતિમાં સુધારો આવ્યા બાદ નવી તારીખ જ હેર કરવાની વાત કહી હતી. જોકે હાલની સ્થિતિ જોતા જુલાઈ મહિનામાં પહેલા પરીક્ષા યોજવી શક્ય નથી લાગી રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *