ભારત દેશમાં કુલ પાંચમું મોત નોંધાયું છે. ભારતમાં કોરોનાના 201 કેસ નોંધાયા છે. જ્યારે 5 લોકોના મોત નિપજ્યા છે. કુલ કેસમાંથી 20 લોકો કોરોનામાંથી સાજા થઈ ગયા છે. અત્યારે 176 એક્ટિવ કેસ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી અપાયેલી જાણકારી અનુસાર ભારતમાં નોવેલ કોરોનાવાયરસ ચોથા વ્યક્તિના ના મૃત્યુના સમાચાર છે, આ દર્દી પંજાબનો હતો. અત્યાર સુધી ત્રણ મોત ચુક્યા હતા જે દિલ્હી, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. ભારતમાં અત્યાર સુધી ૧૪૯ જેટલા કેસ પોઝીટીવ નોંધાઈ ચુક્યા છે. ૧૯ જેટલા દર્દીઓને કોરોના મટી જવા પામ્યો છે. જયારે કુલ ૪ રોગીના મોત નીપજ્યા છે.
રાજસ્થાનના જયપુરમાં કોરોના વાયરસથી સંક્રમિત એવા એક વ્યક્તિની મોત થઈ છે. આજે ઈટાલીના નાગરિકે રાજસ્થાનમાં કોરોના વાયરસને લઈને જીવ ગુમાવ્યો છે. જેને સવાઈ માનસિંહ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ભરતી કરવામાં આવ્યો હતો. દર્દીએ જયપુરની SMS હોસ્પિટલમાં સારવાર લીધી અને અહીં જ જીવ ગુમાવ્યો હતો. આ પહેલા મહારાષ્ટ્ર, કર્ણાટક અને પંજાબમાં પણ લોકોની મોત થઈ ચૂકી છે. આ તમામ લોકો વૃદ્ધ હતા જેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. ઈટાલીના નાગરિક સાથે દેશમાં કુલ મોતનો આંકડો હવે પાંચ સુધી પહોંચી ચૂક્યો છે.
#Coronavirus: The Government of India has set up WhatsApp MyGov Corona Helpdesk. pic.twitter.com/TphoMgvinw
— ANI (@ANI) March 20, 2020
પંજાબમાં એક વૃદ્ધનાં મોત પછી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વૃદ્ધો અને બાળકો માટે એદ્વએજરી જાહેર કરતાં ૬૫ વર્ષથી વધુ વયના લોકો અને ૧૦ વર્ષથી નાના બાળકોને ઘરમાં રહેવા જ સલાહ અપાઈ છે. ઉપરાંત ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારી ધરાવતા લોકોને પણ વિશેષ કાળજી રાખવા સલાહ અપાઈ છે. કોરોનાને લઈને અફવાઓની ફરિયાદ માટે એક વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. આ નંબર ભારત સરકારે નાગરિકોની સુવિધા માટે જાહેર કર્યો છે. 9013151515 નંબર પર મેસેજ દ્વારા ફરિયાદ કરી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.