દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત બગડી ગઈ છે. સીએમ કેજરીવાલને કાલથી હળવો તાવ અને ગળામાં દુખાવાની ફરિયાદ છે. હવે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. કાલ બપોરથી જ તમામ મીટીંગ કેન્સલ કરવામાં આવી છે અને સીએમ કેજરીવાલ સાથે કોઈ ની મુલાકાત નથી થઈ. તેણે પોતાની જાતને આઇસોલેટ કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કે કાલે જ દિલ્હીની કેજરીવાલ સરકારે હોસ્પિટલોની વહેંચણી કરી દીધી છે. કેજરીવાલ સરકારની કેબિનેટે નિર્ણય લીધો કે દિલ્હીના હોસ્પિટલ ભલે તે સરકારી હોય કે પ્રાઇવેટ હવે ફક્ત દિલ્હી વાળાનો ઈલાજ તેમાં થશે. દિલ્હીમાં આવેલા ફક્ત કેન્દ્રની હોસ્પિટલોમાં દિલ્હીથી બહારવાળાઓનો ઈલાજ થશે.
સીએમ કેજરીવાલે જાતે જ તેની જાહેરાત કરી હતી. દિલ્હી સરકારના ડોક્ટર મહેશ શર્માએ કમિટીને આ સુચનો આપ્યા હતા. આ ઉપરાંત દિલ્હી સરકારનું માનીએ તો તેમણે દિલ્હીવાસીઓ પાસેથી તેમના મંતવ્યો માંગ્યા હતા અને દિલ્હી વાળાના મંતવ્યોના આધારે કેજરીવાલ સરકારે મહોર મારી દીધી હતી કે દિલ્હી સરકારના હોસ્પિટલમાં ફક્ત દિલ્હી નિવાસીઓનો ઈલાજ થશે.
જણાવી દઈએ કે દિલ્હીમાં કુલ દર્દીઓનો આંકડો 27,654 છે. તેમજ છેલ્લા ૨૪ કલાકમાં 320 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 761 લોકોનું મૃત્યુ થઈ ગયું છે. દેશની રાજધાનીમાં 1 જૂન બાદથી દરરોજ 1200થી વધારે કોરોના કેસ સામે આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news