ગુજરાત(Gujarat): દેશમાં કોરોના(Corona)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે તો સાથે ઓમિક્રોન(Omicron) પણ પાછી પાની કરવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ રેકોર્ડ બ્રેક કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. જેને કારણે દેશ વાસીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જો આવી જ રીતે કોરોનાના કેસમાં વધારો થતો રહેશે તો ત્રીજી લહેર(Third wave) ને આવતા કોઈ નહિ રોકી શકે.
ગુજરાતમાં કોરોના લોકોને ભરડામાં લઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,753 નવા કેસ નોંધાતા ફફડાટ મચી ગયો છે. તો બીજી બાજુ 5984 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,58,455 નાગરિકો કોરોના સામેની જંગ જીતી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવર રેટ 91.42 ટકા પર પહોંચી ગયો છે. તો બીજી બાજુ સરકાર રસીકરણના મોરચે પણ ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2,63,593 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 70374 એક્ટિવ કેસ છે. જે પૈકી 95 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 90279 દર્દીઓ સ્ટેબલ છે અને 8,58,455 દર્દીઓ ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10164 દર્દીઓના મોત થઇ ચુક્યાં છે. તો બીજી બાજુ રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે કુલ 5 નાગરિકોનાં મોત થયા હતા. જે પૈકી અમદાવાદ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1, સુરત 2, પંચમહાલમાં 1 દર્દીનું મોત થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.