કોરોના વાયરસથી મોતનો આંકડો પહોચ્યો 4600ને પાર, જાણો વિગતે

વિશ્વની મહાસત્તા અને શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર યુરોપમાં આગામી 30 દિવસ સુધી ટ્રાવેલિંગમાં પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે યુરોપના દેશોમાંથી કોઈ…

વિશ્વની મહાસત્તા અને શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર યુરોપમાં આગામી 30 દિવસ સુધી ટ્રાવેલિંગમાં પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે યુરોપના દેશોમાંથી કોઈ પણ યાત્રી એક મહિના સુધી અમેરિકા નહીં જઈ શકે. જોકે આ પ્રતિબંઘમાં યુકેને છૂટ આપવામાં આવી છે. અમેરિકામાં કોરોના વાઈરસના અત્યાર સુધીના 1200 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન હોલિવૂડ સ્ટાર અને ઓસ્કાર વિજેતા ટોમ હેકન્સ અને તેમની પત્ની રીટા વિલ્સનને પણ આ વાઈરસનું ઈન્ફેક્શન લાગ્યું છે. ઈટાલીમાં પણ સતત મૃત્યુઆંક વધી રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 196 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 827 થઈ ગયો છે.

આ બુધવારના રોજ દેશના નામે આપેલા સંદેશમાં ટ્રમ્પે જણાવતા કહ્યું છે કે, યુરોપિયન યૂનિયને કોરોના વાઈરસથી પ્રભાવિત ચીન સહિત અન્ય દેશો પર યાત્રા સહિત કોઈ પણ પ્રતિબંધ લગાવવામાં નિષ્ફળ રહ્યા છે. અમે યુરોપથી આવતી દરેક ફ્લાઈટ્સ પર 30 દિવસ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. યુકે પર આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો નથી. ચીન બહાર સૌથી વધુ પ્રભાવિત દેશમાં ઈટાલી છે જ્યાં વાઈરસના કારણે અત્યાર સુધી કુલ 827 લોકોના મોત થયા છે.

ઈટાલીમાં રાષ્ટ્રીય નાગરિક સુરક્ષા એજન્સીના પ્રમુખ અંજેલો બોરેલીએ જણાવતા કહ્યું છે કે, અહીંયા કોરોના વાઈરસના કારણે ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા વધીને 12,462 થઈ ગઈ છે. બોરેલીએ કહ્યું છે કે, અહીં છેલ્લા 24 કલાકમાં કુલ 196 લોકોના મોત થયા છે. મૃત્યુ પામનાર લોકોમાં મોટા ભાગના લોકો 80થી 90 વર્ષના છે. ઈટાલીમાં ઉત્તરી લોમ્બાર્ડી કોરોના વાઈરસથી સૌથી વધારે પ્રભાવિત છે. અહીં સૌથી વધુ લોકોના મોત થયા છે.

ખાડી દેશ ઈરાનમાં પણ કોરોના વાઈરસનો પ્રકોપ ફેલાઈ ગયો છે. ઈરાનમાં આ વાઈરસના કારણે 354 લોકોના મોત થયા છે જ્યારે 9000 લોકોને ઈન્ફેક્શન થયું છે. ઈટાલી અને ઈરાનની સાથે દક્ષિણ કોરિયામાં પણ કોરોના વાઈરસનું ઈન્ફેક્શન વધ્યું છે. દક્ષિણ કોરિયામાં અત્યાર સુધી કોરોના વાઈરસના કારણે અત્યાર સુધી 60 લોકોના મોત થયા છે. જ્યારે 7755 લોકોને ઈન્ફેક્શન થયું છે.

ચીનના નાગરિકોની સારી એવી વસ્તી ધરાવતા અમેરિકામાં પણ આ ગંભીર બીમારી ફેલાઈ ગઈ છે. અમેરિકા જેવા દેશમાં પણ કોરોના વાઈરસથી અત્યાર સુધી 38 લોકોના મોત થયા છે. જ્યારે 1302 લોકોને ઈન્ફેક્શન થયું છે. અમેરિકાના ન્યૂયોર્ક, વોશિંગ્ટન, કેલિફોર્નિયા અને ફ્લોરિડા સહિત આઠ રાજ્યોમાં કોરોના વાઈરસના ઈન્ફેક્શનને ધ્યાનમાં રાખીને WHO દ્વારા ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *