ચીન, ઈટાલી બાદ હવે આ દેશમાં કોરોના વાયરસનો હાહાકાર, 1200થી વધુ લોકોના મોત

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે યુરોપમાં પણ દસ્તક આપી દીધી છે. આમ તો કોરોના વાયરસથી વિશ્વના 138 દેશો પ્રભાવિત છે. ઇટાલી બાદ યુરોપમાં સ્પેનની હાલત સૌથી વધુ ખરાબ છે. અહીં છેલ્લા 24 કલાકમાં સ્થિતિ વધુ કથળી છે.

ઈટલીના લોમ્બાર્ડી શહેર વિશ્વનું નવું વુહાન બની રહ્યું છે. એકલા લોમ્બાર્ડીમાં અત્યાર સુધીમાં 1218 લોકોના મોત થયા છે. ઈટલીમાં રવિવારે રેકોર્ડ 368 લોકોના મોત થયા છે. આ પૈકીના 289 લોકો લોમ્બાર્ડીના હતા. હાલ સ્થિતિ એવી છે કે, આઈસીયુમાં પણ દર્દીઓ માટે હાલ જગ્યા પણ બચી નથી. ડોક્ટરો પોતે સંક્રમિત થવા લાગ્યા છે. તેના પગલે હોસ્પિટલોમાં ડોક્ટર્સની અછત પડી રહી છે.

યુરોપમાં વધી રહ્યા છે કેસ

સ્પેનમાં રવિવારે કોરાના વાયરસના સંક્રમણના નવા આશરે 2000 કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં 100થી વધુ લોકોના મોત નિપજ્યા છે. ઇટલી બાદ સ્પેન યુરોપનો કોરોના વાયરસથી બીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. સ્પેન તરફથી જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 7,753 થઇ ગઇ છે. જ્યારે કે, 288 લોકો મોતને ભેટ્યા છે. હાલની ગંભીરતાને ધ્યાને રાખતા સ્પેન સરકારે દેશમાં જ ઇમરજન્સી લાગુ કરી દીધી છે. લોકોના કામ પર જવાની, દવા અથવા સામાન ખરીદવા માટે ઘરની બહાર નીકળવા પર રોક લગાવી દીધી છે.

ઈટલીમાં દરેક પ્રાંતમાંથી મોત થઈ રહ્યાં છે

મળતી માહિતી અનુસાર, ઈટલીમાં અત્યાર સુધીમાં થયેલા મોતમાં 67 ટકા લોમ્બાર્ડી અને મિલાનના હતા. જ્યારે દક્ષિણપૂર્વ પુગલિયા ક્ષેત્રમાં રવિવાર 16 મોત થયા છે. હવે ઈટલીના મોલિસ અને બેસિલિકાટ પ્રાંતને છોડીને લગભગ દરેક પ્રાંતમાં રોજ એકથી બે મોત થઈ રહ્યાં છે. ઈટલીની રાજધાનીમાં અત્યાર સુધીમાં 13 મોત થયા છે જ્યારે 436 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે.

ચીન પાસે માંગ મદદ, સર્જિકલ માસ્ક પણ ખત્મ

હાલમાં મિલાનના મેયર બી પી સાલા કહે છે કે સર્જિકલ માસ્કની અછત છે, આ કારણે ચીન પાસે માંગવામાં આવ્યા છે. મેં છેલ્લા થોડા દિવસોમાં ઘણી વખત ચીનના અધિકારીઓ સાથે વાત કરી છે. અમારા તેમની સાથે સારા સંબંધ છે. શુક્રવારે જ તેમના તરફથી માસ્ક મોકલવામાં આવ્યા હતા. યુરોપિયન કમિશને પણ એક કરોડ માસ્ક જર્મનીમાંથી અપાવવાની જાહેરાત કરી છે

ભારતમાં અત્યાર સુધીમાં 112 લોકો તેનાથી સંક્રમિત થઇ ચૂકયા છે અને 2 લોકોના મોત થઇ ચૂકયા છે. અત્યાર સુધી 15 રાજ્યોમાં કોરોના દસ્તક દઇ ચૂકયો છે. ભારતમાં અત્યાર સુધીમાં 13 કોરોનાના દર્દી સ્વસ્થ થઇ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મોડી રાત્રે માહિતી આપી કે રાજસ્થાનમાં ત્રણ દર્દી હવે સ્વસ્થ થઇ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સિવાય ત્રણ દર્દી કેરળમાં અને 7 લોકો દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં સ્વસ્થ છે. કોરોના વાયરસનો કહેર દુનિયાની સાથો સાથ ભારતમાં પણ વધી રહ્યો છે. રવિવાર બપોર સુધીમાં 110 કેસ સામે આવી ગયા છે. તેમાંથી 17 વિદેશી છે. બે લોકોના મોત પણ થઇ ચૂકયા છે. સરકારી આંકડા પ્રમાણે 14 રાજ્યોના 110 લોકોમાં વાયરસના સંક્રમણની પુષ્ટિ થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *