ચીન બાદ હવે કોરોના વાયરસ આસપાસના દેશોને પણ પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે,તેના બાદ ઈરાન સહિતના દેશોમાં સેંકડો લોકો આ વાઇરસની ઝપેટમાં આવી ગયા છે.તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાઈરસના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે.એક કેસ નવી દિલ્હીમાં મળ્યો છે જ્યારે બીજો કેસ તેલંગાણામાં સામે આવ્યો છે. હાલમાં બંને દર્દીઓનો ઈલાજ ચાલી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ બંને મામલાઓમાં સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે બંનેની હાલત સ્થિર છે. તેમજ ચીનમાં કોરોનાનો કહેર ચાલુ છે. કોરોના વાયરસથી ચીનમાં અત્યાર સુધી 2800 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે, જ્યારે 79 હજારથી પણ વધારે લોકો આ વાયરસથી સંક્રમિત છે. ચીનના વુહાન થી શરૂ થયેલો કોરોના દુનિયાના ઘણા દેશોમાં પોતાના પગ પસારી ચૂક્યો છે.
તમને જણાવી દઈએ કે હવે ભારતમાં પણ કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોનાનો એક કેસ નવી દિલ્હીમાં જ્યારે બીજો કેસ તેલંગાણામાં સામે આવ્યો છે. તેમજ જણાવાઈ રહ્યું છે કે દિલ્હીમાં જે વ્યક્તિને કોરોનાની તપાસમાં પોઝીટીવ આવ્યો છે તે હાલમાં જ ઇટલીની મુસાફરી કરીને આવ્યો હતો,જ્યારે તેલંગાણામાં કોરોના પોઝિટિવ વ્યક્તિ દુબઈની યાત્રા કરી આવ્યો હતો.દુનિયાના ઘણા દેશોમાં કોરોનાથી પિડીત વ્યક્તિઓના મૃત્યુ થવા લાગ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.