ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 3 એપ્રિલના રોજ જાહેર કરેલી અખબારી યાદી અનુસાર ગુજરાતમાં અત્યાર સુધી 95 કેસ નોંધાય ચુક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં વધુ સાત કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોટાભાગના દર્દીઓ કે સુધી હોસ્પિટલમાં અને બે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં પંચમહાલમાં એક મૃત્યુ નોંધાયું છે.
ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર હાલમાં બે દર્દીઓ વેન્ટિલેટર ઉપર જ્યારે 75 દર્દીઓ ની હાલત સ્થિર છે. અત્યાર સુધી 10 દર્દીઓને સ્વસ્થ થઇ જતા રજા આપી દેવામાં આવી છે અથવા હજુ દેખરેખ હેઠળ છે. જ્યારે આઠ મૃત્યુ નોંધાયા છે.
ગુજરાતમાં વધતા જતા કેસ માં સૌથી રાહત જનક વાત સુરત માટે છે. જ્યાં પોઝિટિવ કેસ માં પ્રથમ વખત ઘટાડો નોંધાયો છે. અત્યાર સુધી સુરતમાં ત્રણ દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે. જ્યારે માત્ર એક મૃત્યુ નોંધાયું છે. હાલમાં સુરત જિલ્લા માં આઠ પોઝિટિવ દર્દીઓ છે. સુરતના રાંદેરમાં ૧ કેસ પોઝીટીવ આવતા તાત્કાલિક આ વિસ્તારના, સુરતના રાંદેર વિસ્તારમાં એક વિસ્તારના 16,785 પરિવારોનો સર્વે કરાયો છે જેમાં 54,003 રહેવાસીઓની હોમ ક્વોરેન્ટાઇન કર્યા છે.
રાજ્યમાં કોરોના નું એપીસેન્ટર બનેલ અમદાવાદમાં કેસનો સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 72 કલાકમાં અમદાવાદમાં 15 કેસ પોઝિટિવ આવ્યા છે. આજે સવારની અખબારી યાદી અનુસાર અમદાવાદમાં સાત કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી ત્રણ સ્ત્રી અને ચાર પુરુષ છે. એક કેસ દિલ્હીનો પ્રવાસ હિસ્ટ્રી ધરાવે છે, જ્યારે અન્ય છ દર્દીઓ લોકલ ટ્રાન્સમિશન થી કોરોનાવાયરસ વાયરસ ના શિકાર બન્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news