ભારતમાં કોરોનાથી કેવી ભયંકર અસર થશે, આ દિગ્ગજ નિષ્ણાંતે જણાવ્યું ભવિષ્ય. જાણી ચોકી જશો

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. કોરોનાને કારણે ભારતમાં ત્રીજું મોત થતા ખળભળાટ મચી ગયો છે. દેશમાં આ વાયરસથી ત્રીજુ મૃત્યુ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના કસ્તુરબા હોસ્પિટલમાં મંગળવારે 64 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થઈ ચૂક્યું છે. અગાઉ પણ બે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. કોરોના વાયરસનો ખતરો રોજબરોજ વધી રહ્યો છે. આ જીવલેણ વાયરસના ભરડામાં આવનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં દોઢ લાખથી વધારે લોકો કોરોના વાયરનો શિકાર બની ચુક્યા છે.

ડોક્ટર ટી. જેકબ જોન

ડોક્ટર ટી જૈકબ જોને. જેઓ ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ મેડિકલ સેન્ટરના એડવાન્સ રિસર્ચ ઈન વાયરોલોજી સેન્ટરના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. ડોક્ટર ટી. જેકબ જોને જણાવ્યું છે કે, ભારતનું હવામાન અને જનસંખ્યા આ વાયરસને ફેલાવવા માટે પૂરતી છે. કારણ કે લોકો સારવાર અને ઘરમાં રહેવાથી બચી રહ્યાં છે. ડૉ. જોને કહ્યું છે કે, ભારતનું વાતાવરણ અને જનસંખ્યા આ વાયરસ ફેલાવવા માટે પર્યાપ્ત છે. કારણ કે અહીં લોકો સારવાર અને ક્વાંરટીનથી બચવા ભાગી રહ્યાં છે.

ડો. ટી જૈકબ જોનનું કહેવું છે કે, ભારતમાં દરેક શહેરમાં એક એવો વિસ્તાર છે જ્યાં લોકોના ઘરો એકદમ નજીક છે. જ્યાં કોરોના વાયરસ ફેલાવાનો ખતરો વધારે છે. ડો . જૈકબ જોને ચેતવણી આપી છે કે હાલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ધીમી ગતિએ વધી રહી છે. 15મી એપ્રિલ બાદ કોરોનાના દર્દીઓની સંખ્યા 10થી 15 ગણી વધારે હશે. કારણ કે દેશમાં કોરોના વાયરસને રોકવા માટે સરકાર દ્વારા ઉઠાવાયેલા પગલાં પૂરતાં નથી.

બલરામ ભાર્ગવ

આ ઉપરાંત, ICMRના ડાયરેક્ટર બલરામ ભાર્ગવે મંગળવારના રોજ આપી છે. તેમણે તમામ ખાનગી લેબોરેટરીને અપીલ કરી છે કે, કોરોના વાયરસની મફતમાં તપાસ કરે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર પાસે હાલમાં આઈસીએમઆરની 72 લેબ કામ કરી રહી છે અને આ મહિનાના અંત સુધીમાં વધુ 49 લેબ કામ કરવાનું શરૂ કરી દેશે. ભાર્ગવે આ અંગે જણાવ્યું હતું કે, વાયરસના ફેલાવો સ્તર હાલમાં બીજા સ્ટેજમાં છે. તેમણે કહ્યું હતું કે, આ વાયરસના 4 સ્ટેજ હોય છે. જેમાં ત્રીજો સ્ટેજ કમ્યૂનિટી ટ્રાંસમિશન છે. એટલે કે, સામુદાયિક સંચાર, આપણે આશા રાખીએ કે, તેવું અહીં ન થાય. આ એ વાત પર નિર્ભર કરે છે કે, આપણે આપણી આંતરિક મર્યાદાઓ કેટલી હદે બંધ કરી શકીએ છીએ. જેને લઈ સરકારે ઘણી હદે પગલા ભર્યા છે. પણ અમે એવુ નથી કહી શકતા કે, આ વાયરસ સામૂહિક ફેલાવો નહીં થાય.

ભાર્ગવે વધુમાં જણાવ્યું હતું કે, સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોને જરૂરી પગલા ભરવા જણાવી દીધુ છે. જેમાં સરકારી ભવનોમાં પ્રવેશ પર થર્મલ સ્કેનર લગાવવા, હેંડ સેનેટાઈઝર ફરજિયાત રાખવું, બહારના લોકોને હતોત્સાહિત કરવા અને તત્કાલ પ્રભાવથી બહારથી આવતા લોકોને વિઝિટર પાસ આપવાથી રોકવાનું કહેવામાં આવ્યું છે. ફક્ત એવા લોકોને જ પ્રવેશ આપવો જેની પાસે મંજૂરી હોય. ઉપરાંત સરકારે મનોરંજનના કેન્દ્ર, સરકારી ભવનો, જિમ વગેરે બંધ કરવાનો આદેશ આપ્યો છે. તમે અહીં કલીક કરીને દરેક માહિતી મેળવી શકો છો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *