Coronanavirus Latest News Updates: દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ચાર લાખને વટાવી ગઈ છે. જ્યારે મોતનો આંકડો 13 હજારને વટાવી ગયો છે. કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત શહેર તરીકે દિલ્હી મુંબઇને પાછળ છોડી ગયું છે. 12 જૂનથી દિલ્હીમાં દરરોજ 2 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ પરિસ્થિતિ એવી છે કે જ્યાં મુંબઈ હજી આવ્યું નથી. 18 જૂને, દિલ્હી અને ચેન્નાઈ બંનેમાં મુંબઈ કરતાં વધુ કેસ નોંધાયા હતા.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના લેટેસ્ટ બુલેટીન અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 306 મૃત્યુ અને સૌથી વધુ એક દિવસના પોઝીટીવ કેસ 15413 નોંધાયા છે. ભારતમાં પોઝીટીવ કેસો ૪ લાખને વટાવી ગયા છે, જે કુલ મળીને 4,10,461 નોંધાયા છે, જેમાં 1,69,451 સક્રિય કેસ, 2,27,756 ડીસ્ચાર્જ થઇ ગયા છે. જયારે 13254 લોકોના કોરોનાથી ના મોત નીપજ્યા છે.
306 deaths and highest single-day spike of 15413 new #COVID19 positive cases reported in India in last 24 hrs.
Positive cases in India cross 4 Lakh, stands at 4,10,461 including 169451 active cases, 227756 cured/discharged/migrated & 13254 deaths: Ministry of Health pic.twitter.com/s4xzVBykVF
— ANI (@ANI) June 21, 2020
છેલ્લા ૧ લાખ કેસ થવામાં માત્ર ૮ દિવસ લાગ્યા છે. જે પાછલા ૧ લાખ કેસ થવામાં ૧૦ દિવસ લાગ્યા હતા. ૨ લાખ થી ૩ લાખ કેસ થવામાં ૧૦ દિવસ લાગેલા હતા. જે હવે ૩ લાખથી ૪ લાખ સુધી પહોચવામાં ૮ દિવસ જ લાગ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news