એક અઠવાડિયામાં આટલા રૂપિયા મોંઘુ થયું ડીઝલ, દિલ્હીમાં પેટ્રોલ 75 રૂપિયાને પાર

કોરોના સંકટ વચ્ચે ભારતમાં અનલોક-એક નો સમય ચાલી રહ્યો છે. આ દરમિયાન તેલ કંપનીઓ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી રહી છે. શનિવારે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 0.59 રૂપિયાના વધારા સાથે 75.16 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. તેમજ ડીઝલના ભાવમાં 0.58 રૂપિયાનો વધારો થયો છે અને ૭૩.૩૯ રૂપિયા પ્રતિ લિટરે છે.

એક અઠવાડિયામાં ચાર રૂપિયા મોંઘુ થયું ડીઝલ

દિલ્હી ઉપરાંત કલકત્તામાં શનિવારે પેટ્રોલ 77.05 રૂપિયાના ભાવે હતું. જ્યારે ડીઝલની કિંમત 69.23 પ્રતિ રૂપિયા લિટર થઇ ગયું છે. તેમજ મુંબઇમાં પેટ્રોલની કિંમત 82.10 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલની કિંમત 72.03 રૂપિયા પ્રતિ લીટર છે. આ ઉપરાંત ચેન્નઈમાં ડીઝલની કિંમત 71.64રૂપિયા પ્રતિ લીટર છે અને પેટ્રોલની કિંમત 78.99 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે. જણાવી દઈએ કે ફક્ત એક અઠવાડિયામાં પેટ્રોલ 3.90 રૂપિયા મોંઘુ થઈ ગયું છે, જ્યારે ડીઝલની વાત કરીએ તો તેની કિંમતમાં ચાર રૂપિયાનો વધારો નોંધાયો છે.

શું છે ભાવ વધારાનું કારણ?

પેટ્રોલ અને ડીઝલના ભાવવધારામાં ઘણા કારણો છે. હકીકતમાં ઘણા દેશમાં લોકડાઉન ખોલવાના કારણે કાચા તેલની ડિમાન્ડ વધી ગઇ છે. તેના કારણે કાચા તેલની કિંમત પણ મજબૂત થવા લાગી છે અને ડોલરના મુકાબલે રૂપિયામાં પડતી નોંધાઈ છે.

તેમજ ભારતમાં પેટ્રોલિયમ કંપનીઓ પોતાના નુકસાનને બચાવતાં તેનો ભાર ગ્રાહકો પર નાખવા લાગી છે. આવનારા કેટલાક દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારે વધારો થઈ શકે છે, કારણ કે તેલ કંપનીઓ પોતાના નુકસાનની ભરપાઈ કરવાની કોશિશ કરશે. જણાવી દઈએ કે લોકડાઉન વચ્ચે ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણ રીતે ઠપ હતું. એવામાં પેટ્રોલ ડીઝલનું વેચાણ લગભગ ઠપ રહ્યું અને આવા કારણે તેલ કંપનીઓને ખૂબ નુકસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *