કેરળના ત્રિશૂરમાં રહેતા એક વ્યક્તિનો છેલ્લાં છ મહિનામાં ત્રણ વખત કોરોના વાયરસ પોઝિટીવ આવ્યો છે. 38 વર્ષના પાલાવેલિલ સાવિયો જોસેફ પોન્નુક્કારના રહેવાસી છે. તેમના કેસમાં હવે સ્વાસ્થ્ય વિભાગ વિસ્તૃત વિશ્લેષ્ણ કરી રહી છે. સાવિયો ઓમાનમાં એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. પહેલી વખત જ્યારે તેઓ કોરોના પોઝિટીવ મળ્યા હતા ત્યારે તેઓ ત્યાં જ હતા.
સાવિયો કહે છે કે મારા એક સહકર્મી ચીન ગયા હતા. તેઓ ત્યાંથી કોરોના પોઝિટીવ થઇને આવ્યા હતા. તેમનાથી મને માર્ચમાં કોરોનાનો ચેપ થયો હતો. છાતીમાં દુ:ખાવો થયા બાદ મને શ્વાસ લેવામાં તકલીફ પડી અને મને મસ્કતની એક હોસ્પિટલમાં દાખલ કરાયો. એક સપ્તાહ બાદ મને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.
જૂનમાં ભારત આવ્યો હતો
સાવિયો જૂન મહિનામાં ભારત આવી ગયો કારણ કે ઓમાનની સ્થતિ ભારત કરતા વધુ ખરાબ હતી. જુલાઇમાં તેઓ ફરીથી કોરોના સંક્રમિત થયા. તેમને ત્રિસૂર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ નેગેટિવ આવવા પર તેમને 22 જુલાઇના રોજ હોસ્પિટલમાંથી રજા મળી હતી. બે સપ્તાહ બાદ તેમની તબિયત ખરાબ થઇ અને તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા. 5 સપ્ટેમ્બરના રોજ તેમનો રિપોર્ટ ફરીથી પોઝિટીવ આવ્યો. સાજા થયા બાદ 11 સપ્ટેમ્બરના રોજ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
વિભાગ વધારે તપાસ કરી રહ્યું છે
જો કે સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે થઇ શકે છે આ રીઇન્ફેકશનનો કેસ હોય કે પછી ખોટો રિપોર્ટના કારણે આવું બન્યું હોય. રાજ્યની નિષ્ણાત કમિટીના મુખ્યા ડૉ.બી.ઇકબાલે કહ્યું કે હાલ વિભાગ તેનું વિસ્તૃત વિશ્લેષણ કરી રહ્યા છે. સ્વાસ્થ્ય સચિવ રાજન એન ખોબરાગડે એ કહ્યું કે આ પ્રકારના કેસ અત્યારે કયાંય પણ રિપોર્ટ થયો નથી આથી વિભાગ તેમની વિસ્તૃત તપાસ કરી રહ્યું છે.
એપ્રિલમાં પિતા બનવા પર બાળકોનું મોં નથી જોયું
સાવિયોએ કહ્યું કે વારંવાર સંક્રમણ થવાથી તેમના પારિવારિક અને સામાજિક જીવન પણ અસર પડી રહી છે. તેમની પત્નીએ કહ્યું કે એપ્રિલમાં કોઝિકોડમાં જુડવા બાળકોને જન્મ આપ્યો છે પરંતુ તેઓ હજુ સુધી બાળકોને જોઈ શકયા નથી. તેઓ ડરના લીધે પોતાની પત્ની અને બાળકોથી દૂર પોતાની જાતે જ આઇસોલેશનમાં રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle