ગુજરાત(Gujarat): રાજ્યમાં જીવલેણ કોરોના(Corona) વાયરસની સાથે સાથે ઓમિક્રોન(Omicron) પણ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતના વિવિધ શહેરોમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સુરત શહેરના મગદલ્લા રોડ પર સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)માં કોરોનાનો રાફડો ફાટ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આઠ અધ્યાપક, કર્મચારી સહિત બે વિધાર્થી કોરોના પોઝીટીવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઉજવાયેલા સુશાસન દિવસ પછી કોરોનાએ પણ ઉજવણી કરી હોઇ તેમ કુલપતિ કોરોનામાં સપડાયા પછી હવે તેમનો ડ્રાઇવર, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર, ડિપાર્ટમેન્ટ હેડ, કર્મચારીઓ અને એક વિદ્યાર્થીની મળીને 10 લોકો કોરોના પોઝીટીવ આવતા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓમાં ભયનો માહોલ ફેલાય ગયો છે.
સુરત શહેરમાં કોરોનાના કેસો પુરપાટ ઝડપે આગળ વધી રહ્યા છે. જેમાં નર્મદ યુનિવર્સિટી પણ તેની અડફેટે આવી જવા પામી છે. સોમવારે નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ એક એચ.ઓ.ડી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ત્યારબાદ પાલિકા દ્વારા યુનિવર્સિટીમાં કોરોનાની ટેસ્ટ કરાતા કોરોનાનો રાફડો ફાટ્યો હતો.
સુત્રોના જણાવ્યા મુજબ નર્મદ યુનિવર્સિટીના કન્વેશન હોલમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પછી કુલપતિ પહેલા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ કોરોનાએ ઉજવણી કરી હોઇ તેમ આજે યુનિવર્સિટીમાં કોરોના પોઝીટીવની લાઈન લાગી હતી. તો યુનિવર્સિટીના બે મહારથી કુલપતિ અને રજિસ્ટ્રાર બન્ને કોરોનાગ્રસ્ત થતા યુનિવર્સિટીનું તંત્ર પણ હવે નોંધારુ બન્યુ હોય તેવું લાગી રહ્યું છે.
યુનિ.ના ડિપાર્ટમેન્ટોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું:
નર્મદ યુનિવર્સિટીમાં કોરોનાઓ રાફડો ફાટવાની સાથે જ ડિપાર્ટમેન્ટ હેડ અને વિદ્યાર્થીઓ પણ કોરોનામાં સપડાયા હોવાથી તકેદારી રાખવા ખાતર તમામ ડિપાર્ટમેન્ટોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે અને આવતીકાલ બુધવારથી ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવાનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.