ખીલખીલાટ હસતી ગ્રીષ્માનો અંતિમ વિડીયો થયો વાયરલ- જોઇને તમારી આંખો પણ ભીની થઇ જશે

સુરત(Surat): ગ્રીષ્મા વેકરીયા(Grishma Vekariya)ની હત્યા એ માત્ર સુરતવાસીઓ માટે જ નહી પરંતુ ગુજરાતનાં તમામ લોકો માટે ખૂબ જ દુઃખદ છે. ગ્રીષ્મા વેકરીયાને આપણે સૌ ભલે…

સુરત(Surat): ગ્રીષ્મા વેકરીયા(Grishma Vekariya)ની હત્યા એ માત્ર સુરતવાસીઓ માટે જ નહી પરંતુ ગુજરાતનાં તમામ લોકો માટે ખૂબ જ દુઃખદ છે. ગ્રીષ્મા વેકરીયાને આપણે સૌ ભલે ભૂલી ગયા પરતું તેમનો પરિવાર આ ક્યારેય નહિ ભૂલી શકે. આજે ભલે તેમના પરિવારની સાથે દીકરી ગ્રીષ્મા નથી પરંતુ તેની તમામ યાદો તેમના પરિવારજનોની સાથે હમેંશા માટે જ છે.

ત્યારે હવે હાલમાં સોશિયલ મીડિયા(Social media)માં ગ્રીષ્માનો એક અંતિમ વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો કોઈપણ વ્યક્તિની આંખો ભીની થઇ જશે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ગ્રીષ્માએ પોતાના પરિવારજનો, સબંધી અને મિત્રો સાથે વિતાવેલી દરેક પળની તસ્વીરો અને વીડિયો છે. આ વીડિયો જોતાની સાથે જ કઠણ કાળજું પણ પીગળી જશે. આ વીડિયો જોઈને એક વિચાર તો આવવો જ જોઈએ કે, હત્યારા ફેનીલનો જીવ કેમ ચાલ્યો હશે તેને કંઈ પણ વિચાર્યા વગર ક્રુરતા પૂર્વક તેની ઘાતકી હત્યા કરી નાખી.

હાલમાં વાયરલ થઇ રહેલો ગ્રીષ્મા વેકરીયાનો આ વિડીયો જ્યારે જોશો તો તમને લાગશે કે, દીકરી ગ્રીષ્મા હજુ પણ જીવતી હોય તેવું લાગી રહ્યું છે. ખરેખર આ વિડીયોને જોઇને સૌ વ્યક્તિની આંખમાંથી આંસુ સરી પડશે. વિડીયો જોઇને સૌ કોઈ કહી રહ્યા છે કે, ફેનિલને તેનો જીવ લેતા જરા પણ ખચકાટ નહિ અનુભવી હોય.

હાલમાં તો ફેનીલને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, પરતું હાલમાં ફેનીલને શું સજા મળવી જોઈએ તે અંગે કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે ફેનીલને આજીવન કેદ આપવામાં આવશે કે, ફાંસીની સજા! કોર્ટ દ્વારા જ્યારે ફેનીલને પૂછવામાં આવ્યું કે, તમે ક્રુરતાપૂર્વક એક નિર્દોષની હત્યા કરી છે, તો કોર્ટ કલમ થી તમારી હત્યા ન કરી શકે? ત્યારે આ શબ્દો સાંભળીને પણ ફેનીલ ચુપનો ચુપ જ રહ્યો હતો અને તેને હજુ પણ તેના મોઢા પર કોઈપણ જાતનો અફસોસ જોવા મળતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *