ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

કોરોના વચ્ચે લાલઘુમ થયા અમિતાભ બચ્ચન- આ વ્યક્તિએ હું મરી જાવ એ માટે કર્યું હતું…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. લાખો લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. ઘણાં લોકો તેનો ભોગ બની ચુક્યા છે. થોડાં સમય પહેલાં જ અમિતાભ બચ્ચન તથા તેમનાં પરિવારમાં પણ કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં જ તેમને નાણાવટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

અમિતાભ બચ્ચનને 11 જૂલાઈનાં રોજ કોરોનાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારપછી તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલમાં જ તેમની તબિયત સારી હોવાના પણ અહેવાલ આવ્યા હતા. ત્યારે હવે અમિતાભ બચ્ચને એક બ્લોગ લખ્યો છે, અને એમાં ઘણી નવી અજીબ વાતો પણ લખી છે. એક માણસે એવી પણ કામના કરી હતી કે, અમિતાભ બચ્ચન કોરોનાના કારણે મરી પણ જાય. તેને લઈને અમિતાભ બચ્ચને સરસ રીતે જવાબ પણ આપ્યો છે.

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં એશ્વર્યા તથા આરાધ્યાના સાજા થવાની વાત પણ લખી છે. તો, વળી એક ટ્રોલરને જવાબ આપવા માટે પણ લખ્યું હતું કે, તે મને બતાવવા માટે જ લખે છે કે, હું આશા રાખું છું કે કોરોનાના કારણે અમિતાભ બચ્ચન મરી જાઉં. હે મિસ્ટર ગુમનામ.. તે તો તારા પિતાનું નામ પણ નથી લખ્યું. કારણ કે તને ખબર જ નથી કે તારા પિતા પણ કોણ છે. માત્ર 2 જ વસ્તુ થઈ શકે છે.

કાં તો હું મરી જઈશ અથવા કાં તો હું જીવતો રહીશ. પણ, જો હું મરી જઈશ તો તું એક સેલેબ્રિટીના નામ પર પોતાના રિમાર્ક ખરાબ કરીને પણ આગળથી આવી ખરાબ વાતો નહીં લખી શકે. દયા આવે છે. તારી આ કોમેન્ટને ફક્ત એટલા માટે જ નોટિસ કરવામાં આવી છે, કારણ કે તે અમિતાભ બચ્ચનની વિશે ખરાબ લખ્યું છે, જે લાબા સમય માટે રહેશે પણ નહીં.

અમિતાભ બચ્ચને આગળ લખ્યું હતું કે, જો ભગવાનની કૃપાથી હું બચી ગયો તો આવી ખરાબ વાતો ન માત્ર મારે, પરંતુ 90 મિલિયન ફેન્સએ પણ સહન કરવી પડશે. બીગ બીએ આગળ લખ્યું હતું કે, હજું મે એને કંઈ પણ કહ્યું નથી, પણ જો હું બચી ગયો… તથા હું જણાવી દઉં કે તે ખુબ ગુસ્સાવાળા છે. આખી દુનિયાને પાર કરી જશે. પશ્વિમથી પુર્વ, ઉત્તરથી દક્ષિણ સુધી… છેલ્લે બીગ બીએ લખ્યું હતું કે, હું એને કહી દઈશ કે તે સાલાને પણ ઠોકી દો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: