એક ચોંકાવનારી ઘટનામાં, આસામના કામરૂપ ગ્રામીણ જિલ્લાના કોવિડ -19 કેર સેન્ટરના કેટલાક દર્દીઓ કોરોનાવાયરસ હોસ્પીટલની કોરેન્ટાઇન સુવિધામાંથી બહાર આવ્યા અને હાઈવે પર રોડ બ્લોક કર્યો, તેમણે આરોપ મૂક્યો કે તેમને ખોરાક આપવામાં આવ્યો નથી.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે આ ઘટના બની જ્યારે ગુહાહાટીની બાહરીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 31 ની બાજુમાં આવેલા કેન્દ્રની બહાર આશરે 100 જેટલા સંક્રમણના શંકાસ્પદ દર્દીઓ બહાર આવ્યા. અહેવાલ મુજબ તેઓએ હાઈવેને બ્લોક કર્યો હતો. તેઓએ આરોપ લગાવ્યો કે તેઓને યોગ્ય ખોરાક અને પાણી આપવામાં આવ્યાં નથી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
સરકારી સૂત્રોએ વધુમાં ઉમેર્યું કે, કામરૂપ ગ્રામીણ નાયબ કમિશનર કૈલાસ કાર્તિક એન અને પોલીસ સાથે ચાંગસારીમાં ઘટના સ્થળે પર દોડી ગયા હતા અને દર્દીઓને હાઇવે પરથી દુર કરીને આરોગ્ય કેન્દ્રમાં પાછા આવવા જણાવ્યું હતું. જેથી ચર્ચા દ્વારા આ મામલો ઉકેલી શકાય. દર્દીઓ સંમત થયા અને આ મામલો વાતચીત દ્વારા ઉકેલાયો.
સરકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, દર્દીઓ મોડી રાત્રે લાવવામાં આવ્યા હતા અને તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ વિતરણની દેખરેખ રાખવા માટે ઘણા કર્મચારીઓ હતા, તેમ છતાં ઘણા લોકોને ફૂડ પેકેટ મળ્યા ન હતા.
અધિકારીએ કહ્યું, “આ ઘટના ગઈકાલે સવારે ઘટી હતી, પરંતુ અમે તેનો નિરાકરણ લાવી દીધો છે અને દર્દીઓના વલણમાં આવેલા પરિવર્તન પર નજર રાખી રહ્યા છીએ.”
તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે, “અમે તેમને કોરેન્ટાઇન સુવિધામાં લાવ્યા છીએ જેથી તેઓ ઉપચાર કરી શકે અને અન્યને ચેપ ન લગાવે. જો તેઓ ત્યાં ખુશ ન હોય તો તેઓ પોતે અહી સહી કરી શકે છે અને હોમ આઈસોલેશન હેઠળ ઘરે જઈ શકે છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news