ઉત્તર પ્રદેશના સંભલ વિસ્તારમાંથી ચૂંટાયેલા સમાજવાદી પક્ષના સાંસદ ડૉક્ટર શફીકુર્રહેમાને એવું નિવેદન કર્યું હતું કે દેશભરના મુસ્લિમો નમાજ પઢતાં રહેશે એટલે કોરોના નષ્ટ થઇ જશે. મુસ્લિમોને નમાજ પઢતાં રોકશો તો ભયંકર પરિણામ આવશે એવું પણ કહ્યું હતું. મુસ્લિમોને નમાજ પઢવા દેશો તો જ દેશ કોરોનાની મહામારીથી બચી શકશે નહીંતર ભયંકર પરિણામ આવશે એેવો દાવો આ સાંસદે કર્યો હતો.
તેમણે કહ્યું કે અત્યારે દેશના ઘણા વિસ્તારોમાં મુસ્લિમો નમાજ પઢી શકતા નથી. જ્યાં સુધી તમામ મુસ્લિમો નમાજ પઢતા નહીં થાય ત્યાં સુધી કોરોના નષ્ટ નહીં થાય. તેમણે ધમકીના સૂરે કહ્યું કે દેશના મુસ્લિમોને નમાજ પઢતાં કોઇ રોકી શકે નહીં. રોકવાનો પ્રયાસ પણ કરવા જેવો નથી. જ્યાં સુધી દેશના તમામ મુસ્લિમો નમાજ પઢતા નહીં થાય ત્યાં સુધી કોરોના જશે નહીં.
તેમણે કહ્યું કે ઇદ ઉલ જુહાના પવિત્ર દિવસે જિલ્લા વહીવટી તંત્રે જાનવરોની લેવેચ પર મૂકેલો પ્રતિબંધ પણ ગંભીર ભૂલ હતી. સેંકડો વરસોથી જે પરંપરા ચાલતી આવતી હોય એ પરંપરા શરૂ કરનારા કંઇ મૂરખ નહોતા. તમે એ પરંપરાનો ભંગ કરીને પરિસ્થિતિને બગાડી હતી.હજુ પણ સમય છે, તમે દેશભરના મુસ્લિમોને નમાજ પઢવા દો. નમાજની શક્તિથી કોરોના નષ્ટ થઇ જશે.
કોરોનાના કારણે ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે રાજ્યની તમામ મસ્જિદોમાં નમાઝ પઢવા પર પ્રતિબંધ લાદ્યો હતો. મસ્જિદમાં પાંચથી વધુ લોકો નમાઝ પઢવા ભેગા નહીં થઇ શકે એેવી સરકારી જાહેરાતની ડૉક્ટર શફીકુર્રહેમાને જોરદાર ટીકા કરી હતી અને એવો દાવો કર્યો હતો કે મુ્સ્લિમોને નમાજ પઢતાં રોક્યા એટલે કોરોના વધુ ફેલાયો હતો.
જો કે સમાજવાદી પક્ષના અન્ય કોઇ નેતાએ ડૉક્ટર શફીકુર્રહેમાનના આ વિવાદાસ્પદ વિધાન અંગે પ્રતિભાવ વ્યક્ત કર્યા નહોતા.અત્રે એે યાદ રહે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના મુસ્લિમોને ઇદની ઊજવણી અને નમાજ ઘરમાં રહીને પઢવાનો અનુરોધ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news