કેન્દ્ર સરકારે ખોલી દીધી ગુજરાતની પોલ: કોરોના ટેસ્ટમાં ગુજરાત દેશમાં છે આટલામાં ક્રમાંકે

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેની સામે ટેસ્ટમાં પણ વધારો કર્યો હોવાનું સરકાર અવાર-નવાર ખોટી જાહેરાત કરતા રહે છે. ત્યારે આજ રોજ કેન્દ્ર સરકાર દ્વારા પણ ગુજરાત સરકારના આ ખોટા દાવાની પોલ હોળી દેવામાં આવી છે.

કોરોનાના ટેસ્ટની કામગીરીમાં કેન્દ્ર સરકારે ગુજરાતની પોલ ઉઘાડી પાડી છે પ્રતિ ૧૦ લાખની વસતીએ દેશમાં થયેલા સરેરાશ ટેસ્ટની સરખામણીએ સૌથી વધુ ટેસ્ટ કરનાર ૨૩ રાજ્યોમાં ગુજરાતનો છેલ્લોથી બીજો ક્રમ આવ્યો છે. દિલ્હી ૩,૩૦,૨૦૧ ટેસ્ટ સાથે દેશમાં મોખરે રહ્યું છે, જ્યારે ગુજરાતમાં ૧૦ લાખની વસતીએ માત્ર ૧,૦૪,૧૩૮ ટેસ્ટ થતાં ૨૨મા ક્રમે આવ્યું છે.

સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે રાજ્ય સરકારની ઘાતક વાયરસના ટેસ્ટની કામગીરીમાં રાજ્ય સરકારની પોલ ઉઘાડી પાડી છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે એક સર્વે બહાર પાડ્યો છે, જેમાં પ્રતિ 10 લાખની વસ્તીએ દેશમાં તમામ રાજ્યોએ કરેલા સરેરાશ ટેસ્ટની સરખામણીમાં સૌથી વધુ ટેસ્ટ કરનાર દિલ્હી પ્રથમ નંબરે આવ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા હેન્ડલ થતાં ઈન્ડિયા ફાઈટ્સ કોરોના નામના ટ્વીટર પર અપલોડ કરેલી વિગતો પ્રમાણે, દેશમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ કોરોનાના ૧,૦૦,૧૫૯ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાં ગુજરાતની સ્થિતિ નબળી જોવા મળી છે. જ્યારે દિલ્હી ૩,૩૦,૨૦૧ ટેસ્ટ સાથે દેશમાં સૌથી અગ્રેસર છે. બીજા સ્થાને આવેલ લદાખમાં ૧૦ લાખની વસતીએ ૨,૪૧,૩૩૫ ટેસ્ટ થયા છે.

આ સિવાય ગોલા ત્રીજા સ્થાને, આંદામાન નિકોબાર ચોથા સ્થાને અને પાંચમાં સ્થાને આંધ્રપ્રદેશ છે. દેશમાં થયેલા સરેરાશ ટેસ્ટ કરતાં વધુ ટેસ્ટ કરનાર ૨૩ રાજ્યોમાં ગુજરાતનો ક્રમ છેલ્લેથી બીજો આવે છે. ગુજરાતમાં ૧૦ લાખની વસતીએ માત્ર ૧,૦૪,૧૩૮ ટેસ્ટ થયા છે તેના પછી છેલ્લે માત્ર પંજાબ છે, જ્યાં ૧,૦૩,૦૪૭ ટેસ્ટ થયા છે. આમ દેશમાં કોરોનાના સૌથી વધુ ટેસ્ટ કરનાર રાજ્યમાં ગુજરાતની સ્થિતિ સાવ નબળી સાબિત થઈ છે. દેશના ૨૨ રાજ્યમાં ગુજરાતની સરખામણીએ વધુ ટેસ્ટ થાય છે.

દેશના ૨૩ રાજ્યોમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ થયેલા ટેસ્ટ

રાજ્ય                                          ટેસ્ટ

દિલ્હી                                        ૩,૩૦,૨૦૧

લદાખ                                        ૨,૪૧,૩૫૫

ગોવા                                         ૨,૩૭,૬૨૬

અંદામાન-નિકોબાર                          ૨,૦૨,૦૩૩

આંધ્ર પ્રદેશ                                   ૧,૭૭,૬૨૭

પોંડીચેરી                                      ૧,૭૩,૬૮૧

કર્ણાટક                                        ૧,૬૧,૮૦૮

તામિલનાડું                                    ૧,૪૫,૪૦૧

દમણ અને દીવ                                ૧,૩૮,૦૯૪

કેરળ                                            ૧,૨૭,૭૭૫

આસામ                                         ૧,૨૬,૧૯૪

જમ્મુ કશ્મીર                                    ૧,૨૫,૬૪૮

ઓડિશા                                         ૧,૨૫,૫૧૦

મણિપુર                                          ૧,૨૧,૪૦૨

ચંદીગઢ                                          ૧,૨૧,૧૭૯

હરિયાણા                                        ૧,૧૭,૪૯૧

ઉત્તરાખંડ                                        ૧,૧૬,૦૭૧

મિઝોરમ                                        ૧,૧૪,૮૭૫

તેલંગણા                                        ૧,૧૩,૧૩૩

ત્રિપુરા                                          ૧,૧૧,૦૯૮

બિહાર                                          ૧,૦૮,૦૧૪

ગુજરાત                                          ૧,૦૪,૧૩૮

પંજાબ                                            ૧,૦૩,૦૪૭

દેશની સરેરાશ                                  ૧,૦૦,૧૫૯

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *