વાયુવેગે વધી રહ્યો છે કોરોના, છેલ્લા 24 કલાકમાં એટલા કેસ નોંધાયા કે…

હાલમાં કોરોનાની મહામારી દીવસેને દિવસે સતત વધતી જ જાય છે. આ મહામારીને કારણે લાખો લોકોના મોત પણ થઈ ચુક્યા છે. ભારત દેશમાં પણ આ મહામારીનો શિકાર મોટાભાગનાં લોકો બની રહ્યાં છે. હાલમાં કોરોના મહામારીને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.

દેશમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. શુક્રવારનાં રોજ કુલ 96,424 નવા કેસ નોંધાયા હતા. આ નવા કેસો સાથે દેશમાં કોવિડ -19 દર્દીઓની સંખ્યા વધીને કુલ 52 લાખથી વધુ થઈ ગઈ છે. આ રાહતની વાત છે કે, આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં કુલ 41,12,000 થી વધુ લોકોનો ઇલાજ થઈ ચૂક્યો છે.

શુક્રવારની સવારે કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે અપડેટ કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં મૃત્યુઆંક કુલ 1,174 ના મોત સાથે વધીને કુલ 84,372 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાનાં કેસો વધીને કુલ 52,14,678 થયા છે, જેમાંથી કુલ 10,17,754 લોકો સારવાર લઈ રહ્યા છે અને સારવાર બાદ કુલ 41,12,552 લોકો આ રોગમાંથી બહાર આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 1 મિલિયનથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરાયું:
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ 17 સપ્ટેમ્બર સુધીમાં દેશમાં કુલ 6,15,72,343 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ગુરુવાર એટલે કે માત્ર 1 જ દિવસમાં કુલ 10,06,615 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

11 દિવસમાં 10 લાખ કેસ નોંધાયા :
ભારતમાં કોવિડ -19 ના કેસો 21 દિવસમાં કુલ 10 લાખને વટાવી ગયા છે. આ પછી 16 દિવસમાં કુલ 30 લાખ અને 13 દિવસમાં કુલ 40 લાખના આંકડાને પાર કરી ગયો છે. તે જ સમયે કુલ 50 લાખની સંખ્યાને પાર કરવામાં ફક્ત 11 દિવસનો સમય લાગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *