દેશમાં કોરોના સંકટ વચ્ચે એવો મામલો સામે આવ્યો છે, જ્યાં લોકો પોતાના લોકોને છોડી જઈ રહ્યા છે. તે વચ્ચે મધ્યપ્રદેશમાં શિવપુરી મા મિત્રતા અને માણસાઈની મીસાલ જોવા મળી. અહીંયા એક મિત્રે અંતિમ સમય સુધી મિત્રતા નિભાવી. હકીકતમાં ૨૪ વર્ષનો એક યુવક કેટલાક અન્ય પ્રવાસીઓ સાથે ગુજરાતથી ઉત્તર પ્રદેશ જવા માટે ટ્રકમાં સવાર થઈને નીકળ્યો હતો. રસ્તામાં અચાનક તેની તબિયત ખરાબ થઈ ગઈ, જેનાબાદ ડ્રાઈવરે તેને મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ઉતારી દીધો. આ દરમિયાન તેનો દોસ્ત યાકુબ પણ ટ્રકમાંથી ઉતરી ગયો. એ રોડના કિનારે પોતાના દોસ્ત અમૃતને ખોળામાં લઇ લોકો પાસે મદદ માગતો રહ્યો.
આ ઘટનાની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જેમાં યાકુબ પોતાના મિત્ર અમૃતને બચાવવા માટે લોકો પાસે મદદ માગી રહ્યો છે પરંતુ આ દ્રશ્ય જોઇ લોકો ન રોકાયા. જોકે ત્યારબાદ અમૃતને જીલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યાં શનિવારના રોજ તેનું મૃત્યુ નીપજયું.
જણાવી દઈએ કે કોરોનાવાયરસના કારણે દેશભરમાં lockdown લાગુ કરવામાં આવ્યું છે. જેને લઇને આર્થિક વ્યવહારો બંધ થઈ ગયા છે અને બીજા રાજ્યમાં વસવાટ કરી રહેલા પ્રવાસી મજૂરો પોતાના ઘરે જવા માટે મજબૂર બન્યા છે. ત્યારબાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મજૂરો પગપાળા, સાયકલ કે ઓટો રિક્ષા અને ટ્રક દ્વારા પોતાના ઘરે જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ દરમિયાન ઘણી દુર્ઘટનાઓ પણ ઘટી છે.
બીજી તરફ મધ્ય પ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશના રીવાના ચાકઘાટ બોર્ડર પર પોલીસે શનિવારે રાત્રે પલાયન કરી રહેલા મજૂરોને રોકવાની શરૂઆત કરી. જોતજોતામાં ત્યાં હજારો મજૂરોની ભીડ જમા થઈ ગઈ. આટલી મોટી ભીડ માટે પ્રશાસન તૈયાર ન હતું. એવામાં ખોરાકની માંગણી કરતા મજુરો અને નારેબાજી શરૂ કરી દીધી. જ્યારે રાત્રે 11 વાગ્યા સુધી પણ મજૂરોને ખાવાનું ના મળ્યું તો મજૂરોએ હંગામો શરૂ કરી દીધો. ઘટનાની જાણકારી મળતા જ ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ ને બોલાવી લેવામાં આવી જેમને ભૂખ્યા મજુરો પર લાઠી ચાર્જ કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news