પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી તો પ્રેમિકાએ પોલીસ પાસે ધરપકડ કરાવી પોલીસસ્ટેશનમાં લીધા સાત ફેરા

ફેસબુક(Facebook) પર મિત્રતા થઈ ત્યારબાદ વાત કરવાનું ચાલુ થયું અને તેના બાદ શારીરિક સંબંધો પણ બન્યા. છોકરીએ લગ્ન કરવા માટે દબાણ કર્યું તો તેણે ના પાડી દીધી. છોકરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો છોકરાને પકડ્યો અને પોલીસ સ્ટેશનના મંદિરમાં જ બન્નેના લગ્ન કરાવ્યા. આ ઘટના બિહારના કાઇમુર જિલ્લાની છે.

ફેસબુકના માધ્યમથી પ્રેમ થયો હતો તેના બાદ બંને પ્રેમી કાજલ અને અશોક એકબીજાને મળવા લાગ્યા. અશોકે લગ્નની લાલચ આપી કાજલ સાથે ઘણા દિવસો સુધી શારીરિક સંબંધો બનાવ્યા. જ્યારે કાજલ ને લગ્ન કરવા પર ભાર મૂક્યો તો અશોકે લગ્ન કરવાની ના પાડી દીધી. ત્રણ મહિનાથી વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું.

પછી કાજલે અશોક વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બનાવવાને લઇને કેસ નોંધાવ્યો. ત્યારબાદ પોલીસે આરોપી અશોકને પકડી પોલીસ સ્ટેશનમાં આવેલ આ મહાકોટેશ્વર મંદિર માં જ પરિવારજનોની ઉપસ્થિતિમાં લગ્ન કરાવ્યા.

કાઇમુર જિલ્લાના થાનગઢ પોલીસ સ્ટેશનના મસુહારી ગામમાં રહેતી કાજલ કુમારી facebook ઉપર હતી. Facebook માં જ રોહતાસ માં રહેતા અશોક સાથે વાતચીત થવા લાગી. વાતચીત પ્રેમમાં પરિણમી અને બંને સમય કાઢી એકબીજાને મળવા લાગ્યા પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

આ દરમિયાન અશોકે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી કાજલ સાથે ઘણી વખત શારીરિક સંબંધો પણ બનાવ્યા. જ્યારે કાજલે અશોક ને લગ્ન કરવા પર દબાણ કર્યું તો અશોક લગ્ન કરવાની ના પાડી અને વાત કરવાનું પણ બંધ કરી દીધું.

ઓગષ્ટ 2019 માં બંને વચ્ચે ફેસબુક પર મિત્રતા થઈ હતી.છેલ્લા ત્રણ મહિનાથી અશોક કાજલ તરફથી લગ્ન કરવા વિશે કર્યા બાદ વાત કરવાનું બંધ કરી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *