હાલમાં ગુજરાત સરકારની ભલામણ બાદ ગૃહ મંત્રાલયે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં DRDOની મદદથી હોસ્પિટલ બની રહી છે. કેન્દ્ર સરકાર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના 25 ડૉક્ટરોની નિયુક્તિ કરવામાં આવશે. આ ઉપરાંત 75 પેરામેડિકલ સ્ટાફની પણ નિયુક્તિ કરાશે.
અમદાવાદમાં હોસ્પિટલો વધી
અમદાવાદ જિલ્લામાં 886 બેડની વ્યવસ્થા ઊભી કરાઇ
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા 2 દિવસમાં 886 બેડની વ્યવસ્થા
510 સરકારી, 306 ખાનગી હોસ્પીટલમાં બેડની વ્યવસ્થા
70 કોવિડ કેર સેન્ટરના બેડની વ્યવસ્થા કરાઇ
અમદાવાદ જિલ્લાના દર્દીઓ માટે 886 બેડ અનામત કરાયા
સોલા સિવિલ હોસ્પીટલ માં 450
સીંગરવા એસડીએચ માં 50
ધંધુકા સીએચસીમાં 10
દસક્રોઇની શિવ હોસ્પીટલ માં 25
સાણંદની શ્રીજી હોસ્પીટલ માં 35
ધોળકાની દુર્વેશ હોસ્પીટલમાં 8
ધોળકાની ડીઆઈએમએચ 15
બાવળાની અન્યા આઇસીયુ હોસ્પીટલ માં 25
સાણંદની જનમ હોસ્પીટલમાં 20
સાણંદની જનતા હોસ્પીટલમાં 15
બાવળાની રાધે હોસ્પીટલમાં 12
બાવળાની શ્રેય હોસ્પીટલમાં 15
બાવળાની પારેખ હોસ્પીટલમાં 25
ધોળકાની શરણમ હોસ્પીટલમાં 25
દસક્રોઇ ની રુદ્રાક્ષ હોસ્પીટલમાં 9
બાવળા વેદાન્ત હોસ્પીટલમાં 15
સાણંદની વરદાન હોસ્પીટલમાં 22
વિરમગામની ભાગ્યોદય હોસ્પીટલમાં 15
વિરમગામની શાલિગ્રામ હોસ્પીટલમાં 20
વિરમગામની ક્રીષ્ના હોસ્પીટલમાં 5
માંડલ ના વિંઝુવાડા ખાતે 20 દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું
વિરમગામની ભોજવા હોસ્ટેલ મા 50 બેડનું કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9,541 નવા કેસ નોંધાયા છે અને 3,783 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. સુરત શહેરમાં 26, અમદાવાદ શહેરમાં 25, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 7, સુરેન્દ્રનગરમાં 6, મોરબીમાં 3, બનાસકાંઠા, ભાવનગર અને ભાવનગર શહેર, જામનગર, જામનગર શહેર, મહેસાણા, અને રાજકોટ જિલ્લામાં 2-2, ભરૂચ, બોટાદ, ડાંગ, ગાંધીનગર શહેર, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરામાં 1-1 મળી રાજ્યમાં કુલ 97 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 94 લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5170 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે. આ સાથે મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 283 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 49,737 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેકાબુ છે. આજે રાજ્યમાં 1 લાખ 56 હજાર 663ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 88 લાખ 8 હજાર 994 લોકોને પ્રથમ ડોઝ અને 13 લાખ 61 હજાર 550 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 1 લાખ 70 હજાર 544નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 87 હજાર 932 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 56 હજાર 47ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.