કોરોનાનો આખા વિશ્વમાં કહેર ચાલુ છે. આ રોગચાળા દ્વારા અત્યાર સુધીમાં 21.2 મિલિયનથી વધુ લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે 7.9 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં કોરોના વાયરસને કારણે સૌથી વધુ વિનાશ થયો છે.
અત્યાર સુધીમાં ભારતમાં ચેપના કુલ કેસની સંખ્યા 27,67,273 પર પહોંચી ગઈ છે. આ સિવાય આ રોગચાળાથી 52,889 લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે આમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 20,37,870 સુધી પહોંચી ગઈ છે, આ બધા દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે.
Spike of 64,531 cases and 1092 deaths reported in India, in the last 24 hours.
The #COVID19 tally in the country rises to 27,67,274 including 6,76,514 active cases, 20,37,871 discharged/migrated & 52,889 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/vWHInDpgFW
— ANI (@ANI) August 19, 2020
ભારત સિવાય અમેરિકામાં 5,481,557 લોકો અને બ્રાઝિલમાં 3,407,354 લોકો આ રોગચાળાથી અસરગ્રસ્ત થયા છે. યુ.એસમાં, 1.71 લાખ ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં છે અને બ્રાઝિલમાં કોરોનાથી મૃત્યુઆંક 1 લાખને વટાવી ગયો છે.
યુવાનોમાં વધુ ચેપ- ડબ્લ્યુએચઓ
ડબ્લ્યુએચઓએ એક પ્રેસ કોન્ફરન્સમાં કોરોના વાયરસ વિશે નવી માહિતી આપી છે. આ મુજબ, 20 થી 40 વર્ષની વયના ઘણા લોકો ચેપ લગાવી રહ્યા છે, તેઓને ખબર પણ નથી હોતો કે તેઓને ચેપ લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાથી કોરોના વાયરસ વિશે સારા સમાચાર મળ્યા છે, વિક્ટોરિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના માત્ર 222 કેસ નોંધાયા છે, જ્યારે 17 લોકોનાં મોત નીપજ્યાં છે, જે આ મહિનામાં સૌથી ઓછી સંખ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews