દેશભરમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના દર્દીઓની અનેક હ્રદયસ્પર્શી તસવીરો સામે આવી છે. હવે વહીવટીતંત્રની બેદરકારીની એક બીજી તસવીર સામે આવી છે. આ તસવીર તેલંગાણાની છે. તેલંગાણાના નિઝામાબાદ શહેરમાં કોરોના ચેપગ્રસ્ત મૃતદેહને ઓટો રિક્ષા દ્વારા કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ મૃતદેહોને હોસ્પિટલના વહીવટની દેખરેખ વિના લેવામાં આવ્યા હતા.
હકીકતમાં, હોસ્પિટલે અંતિમ સંસ્કાર માટે 50 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ સીધો જ પરિવારને આપ્યો. હોસ્પિટલે મૃતકોના સંબંધીઓને એમ્બ્યુલન્સની સુવિધા પણ આપી નહોતી. એએનઆઈ સાથે વાત કરતાં નિઝામાબાદ સરકારી હોસ્પિટલના નાગેશ્વરા રાવે કહ્યું કે, “મૃતકનો પરિવાર હોસ્પિટલમાં જ કામ કરે છે અને તેની વિનંતીથી મૃતદેહ પરિવારને સોંપાયો હતો.”
Telangana: Body of a #COVID19 patient taken to a burial ground in an auto-rickshaw from Nizamabad Government Hospital. Dr N Rao, Hospital Superintendent says, “Deceased person’s relative who works at the hospital asked us for the body. He didn’t wait for an ambulance.” (10.07.20) pic.twitter.com/IKhHh3zkbb
— ANI (@ANI) July 12, 2020
રાવે વધુમાં કહ્યું કે, ‘મૃતકના પરિવારજનોએ એક યુવાનની મદદથી ઓટો રિક્ષામાં ડેડબોડી લઈ ગયો હતો. બીજો એક યુવાન પણ અમારી હોસ્પિટલના મોર્ગમાં કામ કરતો હતો. નાગેશ્વરા રાવે વધુમાં કહ્યું કે, ’50 વર્ષના દર્દીને 27 જૂને નિઝામબાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તે કોવિડ પોઝીટીવ હતો. સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news