ભારતની રાજધાની દિલ્હીમાં વસવાટ કરી રહેલા 47 વર્ષના નરેન્દ્રભાઇને સામાન્ય તાવ આવ્યો હતો. પરિવારને અનુભવાયું કે આ પણ એક વાયરસનું જ એક લક્ષણ છે. એટલે થોડું પણ મોડું કર્યા વગર હોસ્પિટલ પહોંચી ગયા. પરંતુ બે દિવસ સુધી નરેન્દ્રના સગાસંબંધીઓ તેને લઇ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલના ચક્કર લગાવતા રહ્યા પરંતુ એક પણ બેડ ખાલી મળ્યો નહીં. આ બધાની વચ્ચે નરેન્દ્રભાઇનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવી ગયો. તંત્રએ નરેન્દ્રભાઇને તેના હાલ પર છોડી દીધા. અને આખરે 3 જૂન 2020ના રોજ નરેન્દ્રભાઈએ કોવિડ-19માં છેલ્લા શ્વાસ લીધા. કોવિડ-19ના દર્દીની દિલ્હીમાં શું સ્થિતિ છે તે દર્શાવે છે.
થોડાંક દિવસ પહેલાં નરેન્દ્રને તાવ આવ્યો હતો. તાવ ઉતરતો નહોતો અને ત્રણ-ચાર દિવસમાં શ્વાસ ચઢવા લાગ્યો હતો. 1 જુને પહેલીવાર નરેન્દ્રને હોસ્પિટલ લઇ ગયા હતા. સૌથી પહેલાં તેમણે શાહદરામાં એક લોકલ હોસ્પિટલમાં બતાવ્યું. કોરોનાની શંકા હતી પરંતુ હોસ્પિટલે કહ્યું કે તેમનો અહીં ટેસ્ટ થઇ શકશે નહીં. પછી નરેન્દ્રને કડકડડૂમામાં પુષ્પાંજલિ મેડિકલ સેન્ટરમાં લઇ ગયા. પરિવારના કહેવા મુજબ અહીં લક્ષણ ચેક કરાયા પરંતુ કોવિડ દર્દીઓને જોવાની અહીં કોઇ સગવડ પણ નહોતી. નરેન્દ્રના સાળા વિકાસના જણાવ્યા અનુસાર પછી તે લોકો મેક્સ પટપડગંજ આવી ગયા. અહીંની સ્થિતિ તો બધાથી પણ વધુ ખરાબ હતી.
વિકાસના જણાવ્યા અનુસાર જ્યારે તેઓ મેક્સ પટપડગંજ પહોંચ્યા તો એકપણ બેડ્સ ખાલી નહોતા. પરિવારના લોકો હોસ્પિટલ મેનેજમેન્ટ પાસે નરેન્દ્રને દાખલ કરવા માટે કહેતા રહ્યા. તેમની સ્થિતિ વધુને વધુ ખરાબ થતી રહી હતી. આખરે હોસ્પિટલે માન્યું તો કહ્યું કે ઇમરજન્સી કેસ છે અને 50,000 રૂપિયા પહેલાં જમા કરાવાનું કહ્યું. બીજો કોઇ ઉપાય જ નહોતો. અહિયાં નરેન્દ્રના કેટલાંય ટેસ્ટ થયા કોરાનોનો પણ થયો. 2 જૂનની સવારે 8 વાગ્યાની આસપાસ આની પહેલાં સુધી હોસ્પિટલે જણાવ્યું કે નરેન્દ્રને સુગર વધી જાય છે, ફેફસાંમાં પાણી છે અને સાથે-સાથે કિડનીમાં પ્રોબ્લેમ છે. તેઓ ડાયલિસિસ કરવા માંગતા હતા પરંતુ વિકાસે ના પાડી દીધી હતી.
આખો દિવસ રાહ જોયા બાદ 3 જૂન દિવસે સવારે 9 વાગ્યે ખબર પડી કે નરેન્દ્ર કોવિડ-19 પોઝિટિવ છે. ત્યારબાદ તો હોસ્પિટલના તેવર બદલાઇ ગયા. એ કહીને સારવાર કરવાની ના પાડી દીધી કે કોવિડ-19 દર્દીઓ માટે બેડ નથી. પરિવારે ઉપાય પૂછયો તો રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ રેફર કરી દીધા. બપોરના સમયે અંદાજે બે વાગ્યે નરેન્દ્રને લઇ ત્યાં પહોંચ્યા તો કહ્યું દર્દીની સ્થિતિ જોતા ICU બેડ લાગશે અને તે નથી. પછી GTB હોસ્પિટલ જવાનું કહી દીધું. બીજીબાજુ નરેન્દ્રની સ્થિતિ બદતર થતી રહી હતી.
એક કોરોના પેશન્ટને RGSSH થી GTB હોસ્પિટલ જવા માટે કોઇ ખાનગી એમ્બ્યુલન્સ તૈયાર નહોતી. સરકારી એમ્બ્યુલન્સ તો આવી રહી જ નહોતી. કોઇપણ કરીને વિકાસે એક ખાનગી હોસ્પિટલવાળાને મનાવ્યો અને સાંજે 5 વાગ્યે GTB પહોંચ્યા. પરિવાર નરેન્દ્રની સ્થિતિને જોતા તેમને વેન્ટિલેટર પર રાખવાનું કહ્યું પરંતુ હોસ્પિટલે કહ્યું કે તેની જરૂર નથી, તબિયત બગડતી ગઇ અને સાંજે સાડા સમયે સાત વાગ્યે નરેન્દ્ર એ છેલ્લાં શ્વાસ લીધા. ત્યારબાદ બે કલાક સુધી કોઇ તેની લાશને મોર્ચ્યુરીમાં લઇ જવા આવ્યું નહીં. આવ્યું તો પણ એક સ્ટાફ એટેન્ડન્ટ જેમને પરિવારે મદદ કરવી પડી.
વિકાસે ફેસબુક પર એક પોસ્ટમાં બીજી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે તેમની બહેન અને તેમના ત્રણ બાળકોનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે લખ્યું કે મારા જીજાજી ડાયાબીટિસના દર્દી હતા પરંતુ હેલ્ધી હતા અને અમે માત્ર થોડાંક જ દિવસોમાં તેમને ગુમાવી દીધા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news