છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, જુઓ LIVE અપડેટ્સ

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા છે. દેશમાં ચેપગ્રસ્ત કોરોની સંખ્યા 6,73,947 પર પહોંચી છે. શનિવારે 24850 નવા દર્દીઓ સામે આવ્યા છે. જયારે તેની સામે 14,327 દર્દીઓ સાજા થયા હતા. કોવિડ 19india.org અનુસાર, મહારાષ્ટ્રમાં 7074 દર્દીઓ પોજીટીવ જોવા મળ્યા. મહારાષ્ટ્ર રાજ્યમાં 2 લાખથી વધુ દર્દીઓ થઈ ગયા છે, જ્યારે 8671 લોકોનાં મોત નીપજ્યાં છે.

બીજી તરફ, ભારત અને રશિયા વચ્ચેના ચેપનો તફાવત 611 બાકી છે. દર્દીઓની દ્રષ્ટિએ ભારત ટુક સમયમાં ત્રીજા સ્થાને આવી જશે. હાલમાં અમેરિકા પ્રથમ અને બ્રાઝિલ બીજા સ્થાને છે. આ બંને દેશો પછી, ભારતમાં દરરોજ સૌથી વધુ ચેપના નવા કેસ આવી રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 24,850 નવા કેસ નોંધાયા છે અને 613 લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી, દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 6,73,165 પર પહોંચી ગઈ છે, જેમાંથી 2,44,814 એ સક્રિય કેસ છે, 4,09,083 લોકો સારવાર અથવા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં 19,268 લોકો મૃત્યુ પામ્યા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે ટ્વિટ કર્યું હતું કે, “રાજધાનીમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા સતત ઓછી થઈ રહી છે. વધુને વધુ લોકો સ્વસ્થ થઈને ઘરે જઈ રહ્યા છે. ગયા અઠવાડિયે, દરરોજ 2300 દર્દીઓ દેખાયા હતા. હોસ્પિટલોમાં હજી પણ 9900 પલંગ ખાલી છે.

કર્ણાટકના કુલબારગીમાં આજે પૂર્ણ લોકડાઉન જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકારે 2 ઓગસ્ટ સુધીના બધા રવિવારે રાજ્યભરમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની ઘોષણા કરી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ આજે ​​કહ્યું કે, 4 જુલાઈ સુધીમાં 97 લાખ 89 હજાર 66 ટેસ્ટ કરવામાં આવ્યા છે. શનિવારે એક જ દિવસમાં 2 લાખ 48 હજાર 934 ટેસ્ટ કરાયા હતા.

મધ્યપ્રદેશ: અહિયાં શનિવારે 307 નવા દર્દીઓ સામે આવ્યા હતા અને 5 લોકોનાં મોત નીપજ્યાં. ભોપાલમાં 51, ઈન્દોરમાં 34, મુરેનામાં 78 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 14,604 થઈ ગઈ છે, જેમાંથી 2772 સક્રિય કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 398 લોકોનાં મોત નીપજ્યાં છે.

મહારાષ્ટ્ર: અહિયાં શનિવારે 7074 કેસ સામે આવ્યા હતાં અને 295 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મુંબઇમાં 1163, થાણેમાં 2199 અને પુણેમાં 1502 કેસ નોંધાયા છે. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 2,00,064 થઈ ગઈ છે. જેમાંથી 83,295 સક્રિય કેસ છે. કોરોનાથી 8671 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યની જેલોમાં 31 કેદીઓ અને 3 સુરક્ષા કર્મચારીઓ પોજીટીવ હોવાનું જાણવા મળ્યું છે. મહિલા અને બાળ વિકાસ પ્રધાન યશોમતી ઠાકુરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને સગર્ભા આરોગ્ય કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાની માંગ કરી છે.

ઉત્તર પ્રદેશ: અહિયાં શનિવારે 757 નવા દર્દીઓ સામે આવ્યા અને 24 લોકોનાં મોત નીપજ્યાં. ગૌતમ બુધનગર (નોઈડા) માં 77, ગાઝિયાબાદમાં 86 અને લખનૌમાં 80 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 26,554 થઈ છે, જેમાંથી 7627 સક્રિય કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 773 લોકોનાં મોત નીપજ્યાં છે.

રાજસ્થાન: અહિયાં શનિવારે 480 નવા દર્દીઓ સામે આવ્યા અને 7 લોકોનાં મોત નીપજ્યાં. જયપુરમાં 40, જલોરમાં 42 અને ધોલપુરમાં 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 19,532 થઈ ગઈ છે. જેમાંથી 3445 સક્રિય કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 447 લોકોનાં મોત નીપજ્યાં છે.

બિહાર: અહિયાં શનિવારે 349 નવા દર્દીઓ સામે આવ્યા હતાં અને 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પટનામાં 24, સહર્ષમાં 53 અને મુઝફ્ફરપુરમાં 44 કેસ નોંધાયા છે. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 11,457 પર પહોંચી ગઈ છે. જેમાંથી 2881 સક્રિય કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 88 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *