મોદી સરકાર- ભારતને અમેરિકા બનવા દેવામાં આવશે નહીં, કોરોના પર કાબૂ મેળવવા માટે મેગા પ્લાન તૈયાર

સમગ્ર ભારતમાં વધતા કોરોનાના કેસોની વચ્ચે કેન્દ્ર સરકાર હવે દરેક રાજ્યની સાથે મળીને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ સુધારવા માટે જઈ રહી છે. આવતા બે મહિનામાં જ્યારે વરસાદ પૂરી તાકાતથી ભારતમાં આવવાની શક્યતા છે ત્યારે એ શહેરો પર ફોકસ રહેશે જ્યાં ઇન્ફેકશન ખૂબ જ વધુ જોવા મળી રહ્યું છે અથવા તો ઘણા બધા હોટસ્પોટ વિસ્તારો આવેલા છે. ગઈકાલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સમીક્ષા બેઠક દરમ્યાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, વધતા કેસને રોકવા માટે કોરોનાના દર્દીઓની સારવાર અને મેનેજમેન્ટને વધુ શ્રેષ્ઠ કરવા પડશે.

ભારતને અમેરિકા બનવા દેવામાં આવશે નહીં…

ભારતના નિષ્ણાતોના કહેવા અનુસાર, દેશમાં કેસ ડબલ થવાના હાલના આંકડાઓ જોતા તો લગભગ 80 દિવસમાં 25 લાખ કેસ હોઇ શકે છે. સૂત્રોએ કહ્યું કે, ભારતને અમેરિકા જેવી સ્થિતિથી બચાવા માટે સોશિયલ ડિસ્ટેંસિંગ અને કંટેનમેંટ સ્ટ્રેટજીને વ્યવસ્થિત લાગૂ કરવાની જરૂર છે. આ રિવ્યુ મીટિંગમાં વરિષ્ઠ મંત્રી અને ટોચના બ્યુરોક્રેટ્સ પણ હાજર રહ્યા હતા. કેટલીક સંભાવનાઓ પર એક પ્રેઝન્ટેશન આપ્યું. જેમાં માર્ચ બાદથી સમગ્ર દેશમાં ટેસ્ટિંગ અને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ વધી છે પરંતુ તે પૂરતી નથી.

હાલમાં સમગ્ર ભારતમાં દર સેકન્ડે કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે. મીટિંગમાં અધિકારીઓએ કહ્યું કે, જો 7 દિવસનો ડબલિંગ રેટ હોત તો અત્યાર સુધીમાં 10 લાખથી વધુ કેસ આવી ગયા હોત. સરકારની કોશિષ છે કે, દરરોજ કોરોનાના કેસમાં કેટલાંય ગણો વધારો ના થાય. નીતિ આયોગના સભ્ય અને મેડિકલ ઇમરજન્સી મેનેજમેન્ટ પ્લાનવાળા ગ્રૂપના કન્વીનર, વિનોદ પૉલ એ અત્યારની સ્થિતિ અને સંભવિત સ્થિતિને લઇ એક વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું.

દરેક શહેર પ્રમાણે કેટલાં બેડ્સની જરૂરિયાત ?

PMOએ એખ નિવેદનમાં કહ્યું કે, અમે જોયું કે, કુલ કેસમાંથી બે તૃત્યાંશ પાંચ રાજ્યોમાં છે. ખાસ કરીને મોટા શહેરોમાં. ડેલી કેસીસની પીકને ઉકેલવાના પડકારને જોતા ટેસ્ટિંગ શ્રેષ્ઠ કરવાની સાથો સાથ બેડ્સની સંખ્યા અને સર્વિસીસને શ્રેષ્ઠ કરવા પર ચર્ચા થઇ. પીએમ એ શહેર અને જિલ્લાના હિસાબથી હોસ્પિટલો અને આઇસોલેશન બેડ્સની જરૂરિયાતને પણ નોટ કરી. તેમણે સ્વાસ્થ્ય મંત્રાલયને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે મળીને ઇમરજન્સી પ્લાનિંગ કરવાનો નિર્દેશ આપ્યો છે. પ્રધાનમંત્રીએ સ્વાસ્થ્ય મંત્રાલયને કહ્યું કે, તેઓ આગામી મોનસૂનને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારીઓ કરે. પીએમ અને સીનિયર મંત્રીઓએ સફળતાપૂર્વક કોરોનાને રોકવા માટે કેટલાંય રાજ્યો, જિલ્લાઓ અને શહેરોના કામના વખાણ કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *