કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે. તેમાં પણ ગુજરાતના મહાનગર અમદાવાદની સ્થિતિ સૌથી વધારે ખરાબ થઇ છે.
ગુજરાત રાજ્યમાં દરરોજ વધુમાં વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને વધુમાં વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. રાજ્યમાં કોરોના સંકટ અને ઓક્સિજનની અછત વચ્ચે સૌરાષ્ટ્રના મોરબીમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં રાહત જોવા મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર્દીઓને ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. જેને પગલે, મોરબી સિરામિક એસોસિએશન, ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓના સહયોગથી તાકીદે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટ માટે જરૂરી લિક્વિડ ઓક્સિજન મળી જતા પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. મોરબીમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી દેવાયો છે. મોરબીમાં એક હજાર સિલિન્ડર ફિલિંગ કરી શકે તેવો ઓક્સિજન પ્લાન્ટ શરૂ થતા લોકોને રાહત થશે.
મોરબી સિરામિક એસોસિએશન દ્વારા માત્ર 4થી 5 દિવસના ટૂંકાગાળામાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો હતો. કોરોના મહામારીને પગલે સરકારી, ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ તેમજ ઘરે સારવાર લેતા દર્દીઓને ઓક્સિજન માટે ભટકવું ના પડે તેવા હેતુથી મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયો છે. આ પ્લાન્ટ પ્રતિદિન 1000 સીલીન્ડર ભરી શકાય તેવા 9 ટન કેપેસિટીના પ્લાન્ટને સરકારી મંજૂરીઓ પણ સાંસદ મોહન કુંડારિયાના પ્રયત્નોથી મળી ગઈ હતી. આથી, પ્લાન્ટ ચાલુ કરવા લિક્વિડ ઓક્સિજનનો 14 ટન જથ્થો સરકારે ફાળવ્યો હોવાથી પ્લાન્ટ શરુ કરી દેવામાં આવ્યો છે.
સીરામીક એસોસિએશન દ્વારા શરૂ કરાયો ઓક્સિજન પ્લાન્ટ
મોરબીના લખધીર પુર રોડ પર સીરામીક એસોસિએશન દ્વારા આ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાયો છે અને 6થી 7 દિવસમાં જ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી દેવાયો છે.
સાંસદ મોહનભાઇ કુંડારિયાએ કરાવ્યો પ્રારંભ
મોરબીના લખધીરપુર રોડ પર એસર સિરામિક ખાતે આજે રવિવારે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો હતો. જે પ્રસંગે, સાંસદ મોહન કુંડારિયા તેમજ સિરામિક એસોસિએશનના પ્રમુખો મુકેશ કુંડારિયા, નીલેશ જેતપરિયા, કિરીટ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી પ્લાન્ટ કાર્યરત કરાયો છે. પ્લાન્ટ માટે 14 ટન લિક્વિડ ઓક્સિજન મળ્યો છે. આ ઉપરાંત, જરૂરિયાત મુજબ ઓક્સિજન મળતો રહેશે. જેથી, મોરબી ઉપરાંત અન્ય જ્યાં જરૂરત હોય ત્યાં ઓક્સિજન પૂરો પાડવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ઓક્સિજન રિફિલ પ્લાન્ટની મંજૂરીમાં સામાન્ય રીતે ચાર મહિના જેટલો સમય લાગતો હોય છે પરંતુ મોરબીના હિતમાં સિરામિક એસોસિએશન દ્વારા માત્ર ચાર જ દિવસમાં આ પ્લાન્ટની મંજૂરી લાવી આજથી ઓક્સિજન રિફિલ પ્લાન્ટ શરૂ કર્યો છે જેને પગલે હવે મોરબીની હોસ્પિટલો અને કોરોનાના ઓક્સિજન જરૂરિયાતવાળા દર્દીઓને મોટી રાહત મળશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે ત્યારે આખા એપ્રિલ મહિનામાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે પણ 13847 કેસ સામે આવ્યા છે. જોકે રાહતની વાત કહી શકાય કે 10582 દર્દીઓ રિકવર થઈ ગયા છે. જોકે ચિંતાની વાત છે કે ગુજરાતમાં મોતની સંખ્યા હજુ પણ વધુ છે, એક જ દિવસમાં 172 દર્દીઓના મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં 12,978 કેસ નોંધાયા છે, જે 1 મેના રોજ નોંધાયેલા 13,847 કરતા 869 કેસ ઓછા છે. આમ 10 દિવસ બાદ પહેલીવાર 13000થી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા 22 એપ્રિલે 13,105 કેસ નોંધાયા હતા. જ્યારે સતત ત્રીજા દિવસે 10 હજારથી વધુ એટલે કે 11,146 દર્દીએ કોરોનાને માત આપી છે. તેમજ 24 એપ્રિલ બાદ પહેલીવાર 172 દર્દીનાં મોત થયાં છે. જેને પગલે રિક્વરી રેટ ઘટીને 74.05 ટકા થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.