દર વર્ષે અસંખ્ય લોકો માંસાહારને કારણે બીમાર પડે છે- જો લોકો આ કામ કરે તો 2500 લાખ કરોડનો ફાયદો થશે

WHOના અહેવાલ મુજબ, છેલ્લા 3 દશકમાં માણસોમાં 30 પ્રકારના નવા રોગો સામે આવ્યા છે, જેમાંથી 70% રોગ તો માત્રપ્રાણીઓથી માણસમાં આવ્યા. ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનનાં મત મુજબ, દુનિયામાં 90%થી વધુ માંસ ફેક્ટરી ફાર્મથી આવે છે, અહિયાંથી જ વાઇરલ રોગો ફેલાવાનો ખતરો ઊભો છે.જો બધા માણસ માંસ છોડીને શાકાહારી બની જાય તો 2050 સુધીમાં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં 70% સુધીનો ઘટાડો થઈ શકે છે. આપણે જો બધા શાકાહારી બની જાય તો પણ ખાવાની અછત નહીં થાય કારણકે 1 કિલો માંસની માટે થઈને પ્રાણીઓને 10 કિલો અનાજ આપવામાં આવે છે

2003માં સાર્સ નામનો રોગ ફેલાયો હતો. 2009માં મર્સ અને H1N1 સ્વાઈન ફ્લુ, પછી ઇબોલા પણ પાછો આવ્યો, ઝિકા વાઇરસ પણ પાછો વળ્યો. HIV પણ અત્યાર સુધીમાં સૌથી મોટો સારવાર માટેનો પ્રશ્ન બની ગયો છે. હવે કોરોના વાઇરસ આવ્યો. આ અમુક એવી ભયાનક બીમારીઓ છે, જે છેલ્લા 15-20 વર્ષમાં આખી દુનિયામાં ફેલાઈ. આ બધી બીમારી ફેલાવાનો એક માત્ર સોર્સ હતો અને તે હતો પ્રાણી.

WHOએ અંદાજે કહ્યું છે કે દુનિયામાં દર વર્ષે 1 અબજથી વધુ લોકો પ્રાણીઓ વડે ફેલાતી બીમારીથી પીડાય છે. તેમાંથી લાખો લોકો તો મૃત્યુ પણ પામે છે. આ બીમારી પ્રાણીઓ ખાવાથી અથવા પ્રાણીઓને બાંધીને રાખવાથી ફેલાઈ છે. WHOનું માનવું છે કે, છેલ્લા 3 દશકમાં માણસોમાં 30 જાતના નવા રોગ સામે આવ્યા છે અને તેમાં 70%થી વધુ રોગ માત્ર પ્રાણીઓ મારફતે માણસોમાં આવ્યા.

એટલું જ નહીં, વૈજ્ઞાનિકોએ ચેતવણી પણ આપતાં કહ્યું છે કે કોરોના વાઇરસ એ છેલ્લી મહામારી નથી કે જેને આપણે દુર કરી રહ્યા છીએ. ભવિષ્યમાં આપણે હજુ પણ વધુ મહામારીનો સામનો કરવાનો થશે,માટે આપણે સૌએ પ્રાણીઓમાંથી ફેલાતા રોગોને નજીકથી જોવાની જરૂર છે.

આ વાતનો કોઈ ચોકક્સ પુરાવો નથી પરંતુ,2013માં UNO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનો એક નવો રિપોર્ટ સામે આવ્યો. તેમાં તેમણે જણાવતા કહ્યું છે કે લાઈવસ્ટોક હેલ્થ આપણી ગ્લોબલ ચેનની સૌથી મોટી નબળાઇ ધરાવતી કડી છે. રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં 90%થી વધુ માંસ ફેક્ટરી ફાર્મથી આવે છે. આ ફાર્મ્સમાં પ્ર્રાણીઓને બાંધીને રાખવામાં આવે છે અને સાફ-સફાઈનું પણ ધ્યાન આપવામાં આવતું નથી. આ કારણે વાઇરલ રોગો ફેલાવાનું જોખમ વધતું જાય છે.

જેમ કે,2003માં સાર્સ બીમારીનો ચામાચીડિયા અથવા સિવેટ કેટથી ફેલાવો થયો હતો.2009માં સ્વાઈન ફ્લુ વાયરસ ભૂંડમાંથી આવ્યો હતો.મર્સ નામની બીમારી ઊંટમાંથી આવી હતી. ઇબોલા નામનો રોગ ચામાચીડિયાથી આવ્યો હતો, ઝીકા નામનો વાઇરસ વાંદરાઓથી માણસોમાં ફેલાયો હતો. HIV જે આજે પણ સૌથી મોટો હેલ્થ માટેનો પ્રશ્ન છે, તે આફ્રિકાના જંગલી પ્રાણીઓ દ્વારા ફેલાયો હતો. કોરોનાને લઈને પણ એવું માનવામાં આવી રહ્યું છે કે આ ચામાચીડિયા અથવા તો પેંગોલીનથી ફેલાયો હશે. જો કે, હજુ સુધી આ વાતની ચોક્કસ જાણકારી મળી શકી નથી કે શેનાથી ફેલાયો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *