છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે લગ્ન કરનારને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે, તેમ છતાં લગ્ન કરનારે તો ગમે તેવી સ્થિતિમાં પણ લગ્ન કર્યા જ છે. હાલ અહિયાં એક સમાચાર સામે આવ્યા છે જેમાં લગ્નની બધી જ તૈયારીઓ થઇ ગઈ હતી, જાનૈયાઓ પણ આવી ગયા હતા અને જેવી જાન જવાની તૈયારી હતી તેવામાં જ આરોગ્ય વિભાગની ટીમ આવી હતી અને દુલ્હાને આઇસોલેશન વોર્ડમાં લઇ ગઈ છે.
અહિયાં એક જીલ્લામાં યુવાનની જાન નીકળવાની હતી. બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ આરોગ્ય વિભાગની ટીમ છેલ્લી ક્ષણે આવી પહોંચી હતી અને એમ્બ્યુલન્સમાં તેને ક્વોરેન્ટાઇન સેન્ટર લઈ ગઈ હતી. તેના કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જાનમાં આવેલા દરેક લોકોમાં ભાગદોડ મચી હતી.
મળતી માહિતી મુજબ સિસોલર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગામમાં રહેતા જંગ બહાદુરસિંહના પુત્ર ધર્મેન્દ્રના લગ્ન 24 મેના રોજ થવાના હતા. ધર્મેન્દ્રની જાન મહોબાના અસગાહા (તામાઉરા) ગામ જવાની હતી. જાનની દરેક તૈયારીઓ પણ પૂરી થઇ ગઈ હતી. ઘરમાં સબંધીઓનો મેળાવડો જામ્યો હતો. પરિવાર અને પડોશની મહિલાઓ, સગપણ, લગ્નની વિધિઓમાં વ્યસ્ત હતા.
જાનની તૈયારીઓ વચ્ચે, ગામના જ એક વ્યક્તિએ વરરાજાને કોરોના છે તેવી માહિતી આરોગ્ય વિભાગને આપી હતી. માહિતી મળતા જ હીવટી કર્મચારી સક્રિય સ્થિતિમાં આવી ગયા હતા. મૌડા એસડીએમની સૂચનાથી આરોગ્ય વિભાગની ટીમ ઉતાવળમાં સિસોલર પોલીસ સ્ટેશનની પોલીસ સાથે બચા ગામે દોડી ગઈ હતી. ટીમ ગામમાં પહોંચી અને વરરાજાના ઘરે જઇ, દરેક કાર્યક્રમો મુલતવી રાખ્યા અને ચેપગ્રસ્ત વરને એમ્બ્યુલન્સમાં સુમેરપુરના ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલી આપ્યો.
આરોગ્ય વિભાગની ટીમે લગ્નમાં હાજર તમામ લોકોના કોરોના ટેસ્ટ કરાવવા માટે કહ્યું હતું. બીજી તરફ, દુલ્હનની બાજુના લોકો પણ તેની જાણ થતાં જ પરેશાન થઈ ગયા હતા. વૈવાહિક કાર્યક્રમો માટે આવેલા મહેમાનોમાં પણ મૂંઝવણ હતી. વરરાજાને ચેપ લાગવાના મામલે કમ્યુનિટી હેલ્થ સેન્ટરના અધિક્ષક ડો.અનિલ સચને જણાવ્યું હતું કે, 22 મેના રોજ ધર્મેન્દ્રનો અહીં કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.