ભાજપ મહામંત્રીએ મહિલા સાથે વારંવાર શરીર સુખ માણી ગર્ભવતી બનાવી અને બાળક આવ્યા બાદ બંનેને તરછોડી દીધા

હાલ ભાજપ મહામંત્રી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ થયાની માહિતી પ્રાપ્ત થઈ છે. છોટાઉદેપુર શહેર મહામંત્રી અને પૂર્વ નગરપાલિકા સભ્ય મહેન્દ્રસિંહ ઉર્ફે મહેશ રણવીરસિંહ અંબાલિયાએ એક…

હાલ ભાજપ મહામંત્રી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ થયાની માહિતી પ્રાપ્ત થઈ છે. છોટાઉદેપુર શહેર મહામંત્રી અને પૂર્વ નગરપાલિકા સભ્ય મહેન્દ્રસિંહ ઉર્ફે મહેશ રણવીરસિંહ અંબાલિયાએ એક યુવતીને વિશ્વાસમાં લઈ આજીવન સાચવવાની લાલચ આપી હતી અને અવારનવાર શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. ત્યારબાદ માતા અને બાળકને સ્વીકારવાની ના પાડતાં બાળકની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે છોટાઉદેપુર શહેર ભાજપ મહામંત્રી અને પૂર્વ નગરપાલિકા સભ્ય વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં બાળકની માતાએ જણાવ્યું હતું કે, 7 વર્ષ પહેલાં રાજપૂત ફળિયામાં રહેતા મહેશ રણવીરસિંહ અંબાલિયાએ મારા મોબાઈલ પર અવારનવાર ફોન કરતો હતો અને પ્રપોઝ કર્યું હતું અને મેં હા પાડતાં મને લગ્નની લાલચ આપી મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

પરંતુ, ત્યારબાદ તેણે તેના સમાજની છોકરી સાથે લગ્ન કરી લીધા હતા. અને મારી સાથે ઝઘડો કરી હું તારી સાથે લગ્ન કરવાનો નથી, હું ભાજપમાં મોટો હોદ્દો ધરાવું છું, તું મને બદનામ કરવા આ બધું કરે છે, એમ કહેતાં મને લાગી આવતાં મેં ઝેરી દવા પી લીધી હતી. આ ઉપરાંત પોલીસ સ્ટેશને પણ ફરિયાદ નોંધાવી હતી.

હાલ આ બાબતનો કેસ કોર્ટમાં ચાલતાં મહેશ અંબાલિયાએ મને ફરીથી વિશ્વાસમાં લઇ ભલે મેં લગ્ન કરી લીધા હોઇ હું તને રાખીશ એમ જણાવી સમાધાન કરી લીધું હતું જેથી તેના કહ્યા મુજબ કોર્ટમાં જુબાની આપી કેસ પતાવી દીધો હતો. થોડા સમય પછી અમે એકબીજાની મરજીથી મળતા હતા અને તે મારું શારીરિક શોષણ કરતો હતો. આ દરમિયાન મને ગર્ભ રહેતાં તેણે મારી સાથે બોલવાનું બંધ કરી દીધુ હતું.

આ ઉપરાંત તે મને ગર્ભ પડાવવા માટે ધાકધમકી પણ આપતો હતો. સમય જતાં છોટાઉદેપુર ખાતે ડિલિવરી થઈ હતી અને મારા બાળકને તથા મને સ્વીકારવાની ના પાડી તરછોડી દીધા છે એવું બાળકની માતાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે. આ અંગે પોલીસ દ્વારા ઇપીકો કલમ 376, 506 (2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *